Charotar Sandesh
બોલિવૂડ

બપ્પી દાની દાસ્તાન : બપ્પી લહેરીએ ૪૮ વર્ષની કારકિર્દીમાં પ૦૦૦થી વધારે સોન્ગ કમ્પોઝ કર્યા હતા

સંગીતકાર બપ્પી લાહેરી

મુંબઈ : બોલીવુડના ડિસ્કોકિંગ પીઢ ગાયક અને સંગીતકાર બપ્પી લાહેરીનું બુધવારે સવારે મુંબઇ હોસ્પિટલમાં નિધન થયું છે. બપ્પી લહેરીને સંગીત ઈન્ડસ્ટ્રીમાં ડિસ્કોકિંગ કહેવામાં આવે છે. તેમનું સાચું નામ આલોકેશ લાહિડી હતું. બપ્પી લહેરી તેમના સંગીતની સાથે-સાથે સોનું પહેરવાની તેમની શૈલી માટે પણ જાણીતા હતા. અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે.

૪૮ વર્ષમાં ૫૦૦થી પણ વધુ ફિલ્મમાં ૫૦૦૦થી વધારે સોન્ગ કમ્પોઝ કર્યા છે અને ગાયાં પણ છે

હિન્દી, બંગાળી, તમિળ, તેલુગુ. મલયાલમ, કન્નડ, ગુજરાતી, મરાઠી, પંજાબી, ભોજપુરી અને આસામી ભાષા સહિત ઘણાં અંગ્રેજી સોન્ગમાં પણ તેમણે અવાજ આપ્યો છે.

૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે તેમણે ઉમેદવારી દર્શાવી હતી અને તે સમયે પોતાની સંપત્તિ પણ જાહેર કરી હતી. ચૂંટણીના સોગંદનામા પ્રમાણે બપ્પી લહેરી પાસે ૭૫૪ ગ્રામ સોનું અને ૪.૬૨ કિગ્રા ચાંદી હતા. જોકે, વર્તમાન સમયમાં તેમની સંપત્તિમાં ફેરફાર થયો હોય તેમ બની શકે.

Other News : બોલિવુડના જાણીતા પીઢ ગાયક બપ્પી લહેરીનું ૬૯ વર્ષની વયે નિધન : મુંબઈની હોસ્પિટલમાં હતા દાખલ

Related posts

ભારતની નાણાકીય સ્થિતિના બદલાવ આધારિત ફિલ્મમાં અજય દેવગણ ચમકશે…

Charotar Sandesh

નિક મને મિસ કરે ત્યારે મારી ફિલ્મ જોવે છે : પ્રિયંકા ચોપરા

Charotar Sandesh

એક્ટ્રેસ અનુષ્કા શર્માએ દીકરી બે મહિનાની થતાં ફરી શરૂ કર્યું શૂટિંગ…

Charotar Sandesh