અમદાવાદ : રાજ્યમાં ઠંડીનું જોર ઘટતા હવે કાળઝાળ ગરમી પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે, જેથી આગામી ચારથી પાંચ દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થઈ શકે છે. ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી યલો એલર્ટ આપ્યું છે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રી પહોંચશે.
કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, દિવ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ગરમ પવનનો ફૂંકાશે અને લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ થશે
અમદાવાદ, સુરત, અમરેલી, રાજકોટ, પોરબંદરનું મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રીએ પહોંચી ગયું છે તો ભુજનું મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રીએ પહોંચ્યું છે.
અત્યારે ભલે આંશિક ગરમી અનુભવાઈ રહી હોય, પરંતુ આગામી સપ્તાહ બાદ ગરમીનો પારો ઊંચો જશે
૧૦થી ૧૬ માર્ચ સુધી ગરમીનો પારો એકાએક વધી જશે. લોકોને ૪૦ ડીગ્રી ગરમીનો અનુભવ પણ થઈ જશે. આગામી ૪-૫ દિવસમાં ધીમે ધીમે ગરમીમાં ૨થી ૪ ડીગ્રીની વધારો થવાની શક્યતા છે. આગામી પાંચેક દિવસમાં ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો ૩૮થી ૪૦ ડીગ્રીની આસપાસ પહોંચી શકે છે.
Other News : આણંદ જિલ્લા ભાજપ વિદેશ સંપર્ક વિભાગ દ્વારા યુક્રેનથી પરત આવેલ વિધાર્થીના નિવાસ્થાને મુલાકાત કરવામાં આવી