Charotar Sandesh
ગુજરાત

ભુપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રીના મંત્રીમંડળમાં યુવાઓને પ્રાધાન્ય મળે તેવી શક્યતાઓ

ગુજરાત મંત્રીમંડળ

ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં ૨૦થી વધુ મંત્રીઓને સામેલ કરી નવુ પ્રધાનમંડળ રચાશે તેવુ જાણવા મળ્યુ છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને તમામ જ્ઞાાતિ-સમાજને રાજકીય પ્રતિનિધીત્વ મળે તે આધારે મંત્રીમંડળ રચાશે. ટૂંકમાં નવા મંત્રીમંડળની રચનામાં આનંદીબેન પટેલ જૂથનો હાથ ઉપર રહેશે તેવી ચર્ચાએ જોર પકડયુ છે.

કેબિનેટના સભ્યોની પસંદગી કરવા માટે આવતીકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે

આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના સભ્યો નક્કી કરાશે. આ યાદી તૈયાર થતા પછી હાઇમાન્ડના માર્ગદર્શન પ્રમાણે મંત્રીમંડળના સભ્યોની શપથવિધિ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો સમય માગવામાં આવશે.ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ નવા પ્રધાનમંડળની રચના માટેરાજકીય કવાયત તેજ બની છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આગમન બાદ ભૂપેન્દ્ર પટેલની ટીમમાં કોનો સમાવેશ થશે અને કોનુ પત્તુ કપાશે તેવી રાજકીય અટકળોએ જોર પકડયુ છે. મંત્રીમંડળની રચનાને લઇને હવે કેન્દ્રીય નીરીક્ષકો અને પ્રદેશના નેતાઓએ વચ્ચે મંત્રણાનો દોર પણ શરૂ થઇ ચૂક્યો છે.

સૂત્રોના મતે, નવા મંત્રીમંડળમાં યુવાઓને તક અપાશે. એટલુ જ નહીં, ૬૦ ટકા નવા ચહેરા હશે. બે-ત્રણ દિવસમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓની શપથવિધી યોજાય તેવા નિર્દેશ મળી રહ્યાં છે. નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો અને કોને પડતા મૂકવા તે અંગે કવાયત શરૂ થઇ છે. ભાજપના ટોચના સૂત્રોના મતે, યુપી ફોર્મ્યુલા ગુજરાતમાં અપનાવવામાં આવશે નહીં. બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં નહી આવે. આ માત્ર રાજકીય અફવા પુરવાર થશે.

વિજય રૂપાણી સરકારમાં નબળી કામગીરી કરનારાં પાંચ- છ સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેમ છે. કેટલાંક મંત્રીઓ અમુક વિવાદોમાં સપડાયાં છે જેના કારણે પક્ષ-સરકારની પ્રતિષ્ઠા ખરડાઇ છે જેના કારણે તેમનુ પત્તુ કપાઇ શકે છે. જયારે સંગઠન સાથે તાલમેલ સાધી અને પ્રજાલક્ષી કામો કરી સારૂ પરર્ફંમન્સ કરનારાં મંત્રીઓને કેબિનેટમાં સૃથાન મળી શકે છે.

Other News : ભારે વરસાદના કારણે ૧૫ સ્ટેટ હાઈવે સહિત કુલ ૧૩૬ રસ્તા બંધ

Related posts

પોલીસે બુટલેગર ભૂપેન્દ્ર મારવાડીને ૭૨૦ લિટર દેશી દારુ સાથે ઝડપી પાડ્યો…

Charotar Sandesh

ગુજરાતમાં એકસાથે ૩૪ PI અને ૫૦ PSI ની બદલી થતા ખળભળાટ…

Charotar Sandesh

‘ઓઢણી ઓઢું-ઓઢુંને ઉડી જાય’ નહીં, રેઈનકોટ પહેરી-પહેરીને કરીશું ગરબા…!

Charotar Sandesh