Charotar Sandesh
ઈન્ડિયા

મોંઘવારીના વિરોધમાં રાહુલ ગાંધીની સંસદ સુધી સાઇકલ માર્ચ : ૧૪ વિપક્ષી પાર્ટીઓ સામેલ થઇ

રાહુલ ગાંધી
રાહુલ ગાંધીનું બ્રેકફાસ્ટ પોલિટિક્સ : ૧૪ વિપક્ષી પાર્ટીઓ સામેલ થઇ
ભાજપ અને આરએસએસ માટે અવાજ દબાવવો મુશ્કેલ થશે : રાહુલ ગાંધી
આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી બેઠકમાં ન જોડાઇ, રાહુલ ગાંધી બેઠક બાદ વિપક્ષ નેતાઓ સાથે સંસદમાં સાયકલ લઇને પહોંચ્યા

ન્યુ દિલ્હી : વિપક્ષી સાંસદો સાથે નાસ્તા બાદ રાહુલ ગાંધી આજે સાયકલ પર સવાર થઇને સંસદ પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની આ સાયકલ માર્ચ બળતણના વધેલા ભાવ સામે વિરોધ હતો. રાહુલ ગાંધીની આ સાયકલ માર્ચમાં વિપક્ષના કેટલાય સાંસદ હાજર હતા. આ પહેલાં દિલ્હીની એક ક્લબમાં રાહુલ ગાંધી સાથે નાસ્તા માટે ૧૪ વિપક્ષી પાર્ટીના નેતા પહોંચ્યા હતા પરંતુ આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી સાથે નાસ્તા માટે પહોંચ્યા નહોતા.

પેગાસસ જાસૂસી મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિપક્ષ નેતાઓની સાથે મળી સરકાર સામે કેવી રીતે કાર્ય કરવું તે રણનીતિ પર ચર્ચા કરી. રાહુલ ગાંધીએ આપેલા આમન્ત્રણને માન આપી પ્રમુખ વિપક્ષી દળોના નેતા નાસ્તા પર કોન્સ્ટિટ્યુશન ક્લબના ભેગા થયા હતા. રાહુલ ગાંધી ઉપરાંત રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, તૃણમૂલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જી, શિવસેનાના નેતા સંજય રાઉત, આરજેડીના મનોજ ઝા અને અન્ય ઘણા પક્ષોના નેતાઓએ આ બેઠકમાં હાજરી આપી હતી.

કોંગ્રેસ, એનસીપી, શિવસેના, આરજેડી, એસપી, સીપીઆ્રૂએમ), સીપીઆઇ, આઇયુએમએલ, ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી કેરળ કોંગ્રેસ, ઝારખંડ મુક્તિ મોરચા, નેશનલ કોન્ફરન્સ, ટીએમસી અને લોકતાંત્રિક જનતા દળના નેતાઓએ આ બેઠકમાં હાજરી આપી હતી. બીજી બાજુ, બેઠક બાદ રાહુલ ગાંધી વિપક્ષના નેતાઓ સાથે સંસદમાં સાઈકલ પર ગયા હતા.

વિપક્ષી દળના નેતાઓ સાથે બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ’મારા વિચાર મુજબ સૌથી મહત્વપૂર્ણ વાતએ છે કે આપણે બધા એક સાથે રહીયે. આ અવાજ જેટલી એક સાથે રહશે, એટલી જ શક્તિશાળી થશે. આ સાથે ભાજપ અને આરએસએસ માટે તેને દબાવવી મુશ્કેલ થશે.

Other News : મુંબઇ એરપોર્ટ પર શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી : અદાણીના બોર્ડને નુકસાન પહોંચાડ્યું

Related posts

મહારાષ્ટ્રના સાંગલીમાં બોટ ડૂબી જતાં ૧૪ લોકોના મોત…

Charotar Sandesh

ઈ-ફાર્મસી દવા સ્ટોર કરી શકશે નહિ, હવે દુકાનદાર ગ્રાહકોને ઘરે દવા પહોંચાડશે…

Charotar Sandesh

નરેન્દ્ર મોદી ફરી PM બનશે કે નહીં, તે અંગે બાબા રામદેવે કરી આવી આગાહી

Charotar Sandesh