Charotar Sandesh
ઈન્ડિયા

કેરળમાં બર્ડ ફ્લૂનો ખતરો : કોટ્ટયમમાં બર્ડ ફ્લૂ ફેલાયો, બતક સહિત ૬૦૦૦ પક્ષીઓના મોત

બર્ડ ફ્લૂ

કોટ્ટયમ : કોરોનાના વધતા જતા કેસોની ચિંતા વચ્ચે હવે કેરળમાંથી બર્ડ ફ્લૂ ફાટી નીકળ્યાના સમાચાર વહેતા થયા છે. રાજ્યના કોટ્ટયમ જિલ્લાની ત્રણ અલગ-અલગ પંચાયતોમાં બર્ડ ફ્લૂના પ્રકોપની પુષ્ટિ થઈ છે. આ પછી ૬,૦૦૦ થી વધુ પક્ષીઓ માર્યા ગયા. તેમાંના મોટા ભાગના બતક છે.

કોટ્ટયમ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, જિલ્લાના વેચુર, નિનાદુર અને અરપુકારા ગામો અને પંચાયતોમાં શનિવારે કુલ ૬,૦૧૭ પક્ષીઓ, જેમાં મોટાભાગે બતક હતા, માર્યા ગયા હતા

કોટ્ટયમ જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, વેચુરમાં લગભગ ૧૩૩ બતક અને ૧૫૬ મરઘીઓ, નિનાદુરમાં ૨,૭૫૩ બતક અને અરપુકારામાં ૨,૯૭૫ બતક માર્યા ગયા હતા. બર્ડ ફ્લૂ, અથવા એવિયન ઈન્ફલ્યુએન્ઝા, એક અત્યંત ચેપી ઝૂનોટિક રોગ છે. બીજી તરફ લક્ષદ્વીપમાં બર્ડ ફ્લૂના પ્રકોપને જોતા પ્રશાસને ત્યાંથી ફ્રોઝન ચિકનના પરિવહન પર પ્રતિબંધ લગાવી દીધો છે.

Other News : સુરત : ત્રિપલ મર્ડર કેસને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

Related posts

દિલ્હીમાં આતંકી એલર્ટ : પ્રજાસતાક પર્વ પુર્વે મોટો હુમલા કરવાનું ષડયંત્ર…

Charotar Sandesh

તમામ ચલણી નોટોનું ક્રોસ વેરીફીકેશન કરવા બેન્કોને આદેશ…

Charotar Sandesh

દુબઇ-યુકેના પ્રવાસીઓને કારણે ભારતમાં કોરોના ઝડપથી ફેલાયો : અભ્યાસમાં ખુલાસો…

Charotar Sandesh