Charotar Sandesh
ગુજરાત

ભાજપ અધ્યક્ષ પાટીલ પૈસા અને સત્તાના જોરે મનફાવે કરે છે : આપ નેતા ગોપાલ ઈટાલિયા

આમ આદમી પાર્ટી

સુરત : રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, ત્યારે આપ નેતા ગોપાલ ઈટાલીયાએ પ્રતિક્રિયા આપી ર્‌આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી માત્ર ધારાસભ્ય કે, નેતા બનવા પૂરતું સીમિત નથી. પરંતુ આપણે લોકો માટે લડાઈ લડવાની છે. આપણે લોકોને સારા સ્વાસ્થ્ય માટે સારા શિક્ષણ માટે અને ખેડૂતોને પોતાના પરસેવાની આવક મળે, રોજગારી માટે લડાઈ લડવાની છે. આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા સી.આર.પાટીલ અકેલા ચેલેન્જ ઉપાડીને રાજકીય લડાઈ લડશે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં તાકાત છે કે, હજુ પણ પોતાના આવનાર પેઢી માટે પ્રામાણિકતાથી લડાઈ લડશે. એક બે વ્યક્તિઓના જવાથી પક્ષને કોઈ ફરક પડતો નથી. એ તેમનો વ્યક્તિગત નિર્ણય હોઈ શકે છે.વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી સામે ખેંચતાણનો દોર શરૂ થઇ ગયો છે.

આમ આદમી પાર્ટીના મુખ્ય ચહેરાઓ પૈકીના વિજય અને મહેશ સવાણીએ પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ હવે એક આમ આદમી પાર્ટીમાં પણ ચર્ચાનો દોર શરૂ થયો છે

મહેશ સવાણીના આપ છોડ્યા બાદ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ સુરત શહેરમાં ગઇકાલ રાત્રે વોર્ડમાં જે બેઠક સંબોધી હતી. તેમાં હાજર આપના કાર્યકર્તા અને કહ્યું કે. આપને સી.આર.પાટીલે ચેલેન્જ આપી છે. જેને આપણે સ્વીકારવાની છે. સી.આર.પાટીલ પૈસા અને સત્તાના જોરે ભલે ગુજરાતમાં કોઈપણ ખેલ કરતા હોય. પરંતુ સી.આર.પાટીલ જે પણ હોય તે તેમના ઘરે. આપણે આ ચેલેન્જ સ્વીકારીને લડવાનું છે.

ગોપાલ ઇટાલિયાએ સીધેસીધા સી.આર.પાટીલ ઉપર આક્ષેપ કરતા કહ્યું છે કે, સીઆર પાટીલનો પડકાર અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઝીલવા માટે તૈયાર છે. એક બે વ્યક્તિના આવવા- જવાથી કોઈ ફરક નથી પડતો. આ કોઈ વ્યક્તિની પાર્ટી નથી. આ તો વિચારની લડાઈ છે. કોઈપણ વ્યક્તિ ધારાસભ્ય બને તો, એ શું અને ન બને તો પણ શું. આપણા માટે વ્યક્તિગત લાભની વાત નથી આપણે તો સમાજના હિતમાં કામ કરવાનું છે.

Other News : રાજ્યમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૯ અને ૧૧ સાયન્સની પરીક્ષાની પેપર સ્ટાઈલ તૈયાર કરી

Related posts

વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પ્રક્રિયા શરૂ : સવારથી મતદારોની લાંબી કતારો

Charotar Sandesh

હાર્દિક પટેલે વિરમગામમાં મતદાન કર્યું પણ કોંગ્રેસને મત ન આપી શક્યા…

Charotar Sandesh

અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગ : કોરોનાના આઠ દર્દીઓનાં મોત – જુઓ વિડીયો…

Charotar Sandesh