Charotar Sandesh
બોલિવૂડ

BOF ૫૦૦ લિસ્ટમાં સામેલ થનારી એકમાત્ર એક્ટ્રેસ બની દીપિકા પાદુકોણ…

મુંબઈ : દીપિકા પાદુકોણના નામ પર વધુ એક સિદ્ધિ લખાઈ ગઈ છે. તેને બિઝનેસ ઓફ ફેશન એન્ડ હાઇલાઇટ્‌સ ૫૦૦એ ગ્લોબલ ફેશન ઇન્ડસ્ટ્રીમાં યોગદાન આપવા માટે પસંદ કરી છે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની ડ્રેસિંગ સ્ટાઇલનો જાદુ ચલાવનારી દીપિકાને અગાઉ ૨૦૧૮માં ટાઈમએ દુનિયાના ૧૦૦ પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં સામેલ કરી હતી.
બિઝનેસ ઓફ ફેશન એન્ડ હાઇલાઇટ્‌સ ૫૦૦ એટલે કે બીઓએફ ૫૦૦ વર્તમાનમાં દુનિયામાં ૨.૪ ટ્રિલિયન ડોલરના ફેશન બિઝનેસને આકાર આપનાર લોકોનો નિશ્ચિત ઈન્ડેક્સ છે. આના સભ્યોએ વ્યાપક ડેટા એનાલિસિસ અને અનુસંધાનથી મળેલ ઘણા નોમિનેશનના આધાર પર દુનિયાભરથી ફેશનને નવી દિશા આપનાર લોકોને સિલેક્ટ કર્યા છે.
બીઓએફ ૫૦૦એ તેની વેબસાઈટ પર રિલીઝ કરેલ ફેશન આઇકોન્સની લિસ્ટ સાથે તેમનો બાયો પણ શેર કર્યો છે. તેમાં દીપિકાનો કાન ૨૦૧૯ના ગ્રીન ડ્રેસનો ફોટો યુઝ કરવામાં આવ્યો છે. આ સિવાય તેના ફેશન આઇકોન હોવા બાબતે પણ જાણકારી આપવામાં આવી છે. પ્રોફાઈલમાં તે હાઈએસ્ટ પેડ એક્ટ્રેસ અને એપ્રિલ ૨૦૧૯માં અમેરિકન વોગ મેગેઝીનની કવર ગર્લ હોવાની વાત પણ લખી છે.

Related posts

પોર્નોગ્રાફી કેસ : રાજ કુંદ્રાની જામીનનો મુંબઈ પોલીસે વિરોધ કર્યો

Charotar Sandesh

સલમાને રાનૂને આપ્યું ૫૫ લાખનું ઘર, ‘દબંગ-૩’માં પણ સુર આપશે…

Charotar Sandesh

અજય દેવગણની ‘તાન્હાજી’ છ દિવસમાં જ ૧૦૦ કરોડનાં ક્લબમાં સામેલ…

Charotar Sandesh