મુંબઈ : અભિનેતા ધર્મેન્દ્રએ અત્યાર સુધીની તેમની કારકિર્દીમાં ૧૦૦ ફિલ્મો કરી છે,તેઓ બોલીવૂડમાં હી-મેન તરીકે લોકપ્રિય છે. પરંતુ તેમને એક પણ એવોર્ડ મેળવ્યો નથી. પોતાની પ્રથમ ફિલ્મ માટે તેમણે ૫૧ રૂપિયા મહેનતાણું લીધું હતું. આજે ૫૦૦ કરોડની પ્રોપર્ટીના માલિક છે. તેમના અંગત જીવનની વાતકરીએ તો તેમણે બે લગ્ન કર્યા છે.પ્રથમ પત્ની પ્રકાશ કૌર અને બીજી પત્ની પીઢ અભિનેત્રી હેમા માલિની છે.
પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ ૮ ડિસેમ્બરના રોજ ૮૬મો જન્મદિવસ મનાવ્યો હતો.તેમનો જન્મ ૮ ડિસેમ્બરના ૧૯૩૫માં લુધિયાનામાં નસરાલી ગામમાં થયો હતો. સાલ ૨૦૧૨માં તેમને પદ્મભૂષણ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. હાલ તેો પોતાના પરિવારથી દૂર લોનાવલાના પોતાના ફાર્મહાઉસમાં એક ખેડૂતનું જીવન પસાર કરી રહ્યા છે.
કુદરતી સાંનિધ્યમાં તેઓ પોતાની જીવનશૈલીથી વૃદ્ધાવસ્થાનો આનંદ માણી રહ્યા છે
ધર્મેન્દ્રને નાનપણથી જ ફિલ્મો જોવાનો શોખ હતો. તે પોતાના ગામથી શહેરોમાં માઇલો ચાલીને ફિલ્મો જોવા જતા હતા. તેઓ અભિનેત્રી સુરૈયાની ફિલ્મ દિલ્લગીથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેમણે તે જોઇને જ ફિલ્મોમાં કારકિર્દી બનાવાનો નિર્ણય લઇ લીધો હતો. તેમણે એ ફિલ્મ ૪૦ વખત જોઇ હતી. ૧૯ વરસની વયે તેઓ મુંબઇ આવી ગયા હતા અને તેમના સંઘર્ષના દિવસોની શરૂઆત થઇ હતી.
Other News : બોલિવુડ અભિનેતા વિક્કી કૌશલ ૭ ઘોડીઓના રથ પર લગ્ન મંડપમાં એન્ટ્રી મારશે