૧૨ થી ૨માં ૯૫ મીમી અને ૨ થી ૪માં ૧૦૪ મીમી વરસાદ (rain) પડ્યો : અનેક વિસ્તારો જળબંબાકાર થયો
આંકલાવમાં ૩, સોજિત્રામાં અઢી, આણંદ શહેરમાં એક, તારાપુર-પેટલાદમાં પોણા બે-બે અને ઉમરેઠમાં પણ એક ઈંચ વરસાદ પડ્યો
આણંદ : જિલ્લામાં ગઈકાલે મેઘમહેર થવા પામતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બોરસદમાં આભ ફાટતાં ૧૧.૨૮ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાંથી ૮ ઈંચ વરસાદ (rain) તો એકલા મધ્યરાત્રીના ૧૨ થી સવારના ૪ વાગ્યા સુધી એટલે કે ચાર કલાકની અંદર જ પડ્યો હતો. જેને લઈને અનેક વિસ્તારો જળબંબાકાર થઈ જવા પામ્યા હતા.
કસારી રોડ ઉપર બોરસદના એક યુવકનું ડુબી જવાને કારણે મોત થયાનું જાણવા મળ્યું છે
આણંદ સાંંસદ મિતેશ પટેલે બોરસદમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, જુઓ તસ્વીર
જ્યારે દશથી વધુ પશુઓના પણ મોત થયા છે. કેટલીય જગ્યાઓએ દિવાલો તુટી પડી છે. શહેરોના રહેણાંક વિસ્તારોમાં તેમજ ગ્રામ્યના પણ કેટલાક નિચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાઈ જવા પામતાં રહીશો-ખેડુતોની હાલત કફોડી થઈ જવા પામી છે. જેમને સ્થળાંતર કરાવવા માટે તંત્રએ તજવીજ હાથ ઘરી છે.
આણંદની ડીઝાસ્ટર કચેરીના અહેવાલ અનુસાર સમગ્ર જિલ્લામાં ગઈકાલે વરસાદ પડ્યો હતો. આંકલાવમાં ૭૮મીમી, આણંદમાં ૨૮, ઉમરેઠમાં ૨૧, ખંભાતમાં ૨૬, તારાપુરમાં ૪૨, પેટલાદમાં ૪૨, બોરસદમાં ૨૮૨ મીમી અને સોજીત્રામાં ૬૪ મીમી જેટલો વરસાદ (rain) પડ્યો હતો.
બોરસદમાં રાત્રીના દશ વાગ્યાથી અનરાધાર વરસાદ શરૂ થયો હતો જે સવારના ચાર વાગ્યા સુધી પડ્યો હતો. પવનના સુસવાટા અને વીજળીના કડાકા-ભડાકા તેમજ વાદળોની ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે રાત્રીના સુમારે બિહામણું પડી રહ્યો છે. બોરસદ શહેરના પાંચનાળા, એકલનાળા, સીંગલાવ રોડ, પાંચ વડ, સરકારી અનાજના ગોડાઉન, કંસારી રોડ ઉપર વરસાદી પાણી ફરી વળતા આ તમામ વિસ્તારોનો સંપર્ક તુટી જવા પામ્યો છે.
Other News : નાણાં ધીરનાર શાહુકારોના રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા થઈ ઓનલાઈન