સેવાભાવી અને લોકપ્રિય એવા રોહિતભાઈ પટેલ થોડા દિવસ અગાઉ જ કોરોના સંક્રમિત થયા હતા…
આણંદ : આણંદના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી રોહિતભાઈ પટેલનું આજે દુઃખદ અવસાન થતાં શોકની લાગણી પ્રવર્તવા પામી છે, તેઓ આણંદ ખાતે મિલસેન્ટ ઘરઘંટીના પણ માલિક હતા અને તેઓ થોડા દિવસ પેહલા કોરોનાથી સંક્રમીત થયા હતા, તેઓની સારવાર ચાલી રહી હતી.
આણંદ જિલ્લાના ખૂબ જ સેવાભાવી અને લોકડાઉન દરમ્યાન સેવા સતત પ્રવાહ જેમના થકી વહેતો રહ્યો એવા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પૂર્વ મંત્રી રોહિતભાઈ પટેલનું દુઃખદ અવસાન થતાં શહેર સહિત કાર્યકરોમાં શોકની લાગણી પ્રવર્તી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રોહિત પટેલનો 22 ઓક્ટોબરે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કરમસદ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જો કે અચાનક ગઇ કાલે તેમની તબિયત વધારે લથડી હતી. જેના કારણે તેમને આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે તબિયત વધારે લથડતા વેન્ટીલેટર પર પર સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમની હૃદય રોગની બિમારી હતી. મોડી સાંજે હાર્ટ એટેકથી તેમનું મોત નિપજ્યું હતું. જેના કારણે તેમનું મોત નિપજ્યું હતું. ICU માં સારવાર દરમિયાન તેમના પલ્સ રેટ પણ ઓછા થઇ ગયા હતા. હાલ રોહીત પટોલના પાર્થીવ દેહને કરમસદ મેડીકલ કોલ્ડ સ્ટોરેજ માં રખાયો છે.