Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

Breaking : આણંદ-નડિયાદ સહિત ૨૦ શહેરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરાઈ…

  • ૨૦ શહેરોમાં રાત્રે ૮ થી સવારે ૬ સુધી કર્ફ્યૂ…
  • અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી
  • લગ્નમાં માત્ર 100 જણાને મંજૂરી : 30 એપ્રિલ સુધી સરકારી કચેરીઓમાં શનિ રવિ રહેશે રજા…
  • રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 સુધી કરફ્યુ : 30 એપ્રિલ સુધી મોટા કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ

આણંદ : હાઇકોર્ટની ટકોર બાદ મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના વકરી રહ્યો છે. કુલ કેસનાં ૬૦ ટકા કેસ ચાર મહાનગરોમાંથી આવી રહ્યા છે. અન્ય જિલ્લાઓમાં પણ ધીરે ધીરે કેસ વધી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી આપણે પ્રજાના સહકારથી કોરોના સામે સંઘર્ષ કરતા આવ્યા છીએ. જે પ્રકારે આજે સમગ્ર દેશમાં કોરોનાનું વાતાવરણ છે તે જોતા એવું લાગે છે કે, હજુ પણ કેસ વધશે. પરંતુ તેનાથી આપણે ડરવાની જરૂર નથી.

આ અંગે મુખ્યમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું કે, ભારત સરકારની એક ટીમ ગુજરાત આવશે. અમિત શાહે પી.કે મિશ્રા સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકડાઉન કરવી પડે તેવી સ્થિતીનું સર્જન હજી સુધી થયું નથી. પરંતુ કેટલાક મહત્વપુર્ણ નિર્ણયો લેવા ખુબ જ જરૂરી છે. આજથી ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂમાં વધારો કરવામાં આવ્યો છે. હવે રાત્રી કર્ફ્યૂ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂં રહેશે. આ ઉપરાંત માત્ર ચાર મહાનગરોમાં જ નહી પરંતુ ગુજરાતનાં ૨૦ શહેરોમાં રાત્રી કર્ફ્યૂં રહેશે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઉપરાંત હવે ગુજરાતનાં ૨૦ શહેરોમાં રાત્રે કર્ફ્યૂ રહેશે. રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં પણ રાત્રે ૮ વાગ્યાથી કર્ફ્યૂ લાગી પડશે.

અત્યાર સુધી ચાર શહેરોમાં જ કર્ફ્યૂ હતો. જે હવે વધારીને ૨૦ કરવામાં આવ્યા છે. જુનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર અને ચાર મહાનગર, આણંદ, નડીયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. આ અંગેનું વિસ્તૃત નોટિફિકેશન બહાર પાડીશું. લગ્નમાં અત્યાર સુધી ૨૦૦ લોકોની છુટ હતી જે હવે ઘટાડીને ૧૦૦ લોકો કરવામાં આવશે. લગ્ન પ્રસંગમાં ૧૦૦ લોકો જ હાજર રહી શકશે. આ ઉપરાંત તમામ રાજકીય અને સામાજીક મેળાવડા ૩૦ એપ્રીલ સુધી સ્થગીત કરીએ છીએ.

Related posts

ચરોતર ઈગ્લીશ મિડિયા સ્કૂલ, આણંદ દ્વારા વિધાર્થીનીઓમાં સ્પર્શ જાગૃતતા અંગે સેમિનાર

Charotar Sandesh

આણંદ ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા પેટલાદમાં ૩૨ અને આણંદમાં ૨૦ ખાણીપીણીની લારીઓની તપાસ

Charotar Sandesh

આણંદ નજીક અડાસથી સુદણને જોડતા માર્ગ ઉબડખાબડ : માર્ગ વિકાસની વાતો માત્ર કાગળ ઉપર !

Charotar Sandesh