Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત

બ્રેકિંગ : સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટનો ચુકાદો : હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારાઈ : જુઓ સમગ્ર વિગત

સુરત ગ્રીષ્મા હત્યા કેસ

સુરત : સુરત સહિત રાજ્યમાં ચકચાર મચાવનાર ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટના ચુકાદા બાદ આજે હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી છે. પરંતુ આરોપીના ચહેરા પર કોઈ ડર દેખાયો ન હતો. સજાની સુનાવણી બાદ ગ્રીષ્માના પરિવારજનો રડી પડ્યા હતા.

આ બાબતે કોર્ટના જજે જણાવેલ કે, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે, જે બાદ કોર્ટે ફાંસીની સજા ફટકારવામાં આવી છે

દીકરી ગ્રીષ્માના પિતાએ જણાવેલ કે, આજે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે, અમારી માગો પૂર્ણ થઈ અને અમને ન્યાય પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ હતો, સ્થાનિક પોલીસથી લઈને મદદ કરનાર રાજકીય નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ બાબતે સરકાર પક્ષના વકીલ નયન સુખડવાલાએ કહેલ કે, સુરત કોર્ટે ફેનિલ ગોયાણીને ફાંસીની કડક સજા ફટકારી છે, આરોપી ફેનિલને મૃત્યુદંડની સજા કરાઈ છે. આ સાથે ભોગ બનનારને વળતર મળી રહે તે માટેની પણ પ્રક્રિયા કરાઈ છે.

ગત ૧ર ફેબ્રુઆરીના દિવસે સુરતના પાસોદરા વિસ્તારમાં જાહેરમાં દીકરી ગ્રીષ્માની ગળુ કાપી હત્યા કરવાના ગુનામાં આરોપી ફેનિલ સામે ૬ એપ્રિલના રોજ દલીલો પૂર્ણ કરાઈ હતી. આ કેસમાં અગાઉની મુદ્દત ૧૬ એપ્રિલે આરોપીના વકીલ હાજર ન રહેતા ચુકાદો ટળ્યો હતો. જે બાદ ર૧ તારીખે ચુકાદો આપતા આરોપી દોષીત જાહેર કરાયો અને શુક્રવારે સવારે કોર્ટ સજા સંભળાવવાનું કહેવાયેલ, પરંતુ બંને પક્ષોની દલીલો કરાતાં કોર્ટે ૨૬ એપ્રિલે સજાની તારીખ અપાઈ હતી, જે તારીખે પણ ચુકાદો ટળ્યો હતો, ત્યારબાદ આજરોજ કોર્ટે હત્યારા આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવી છે.

Other News : મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ વકર્યો, શું છે સુપ્રીમ કોર્ટનો તે આદેશ જેનો ઉલ્લેખ કરી રહ્યા છે રાજ ઠાકરે?

Related posts

કોરોના વોરિયર્સ યાદીમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની બાદબાકી કરતાં રોષ…

Charotar Sandesh

લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવકને સ્ટાર-૨૦૨૦ સર્ટીફીકેટ આપી સન્માનિત કરાયા…

Charotar Sandesh

પક્ષબદલું બ્રિજેશ મેરજાએ ભાંગરો વાટ્યો : સી આર પાટીલને કૉંગ્રેસના નવા પ્રમુખ ગણાવ્યા…

Charotar Sandesh