Charotar Sandesh
ગુજરાત

બ્રેકિંગ : રાજ્યમાંં ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર : ૧૯ ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે : ૨૧મીએ મતગણતરી

ગ્રામ પંચાયતો

૨૯ નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને ૪ ડિસેમ્બરથી ઉમેદવારી કરી શકાશે

ચૂંટણી માટે ૧૯ ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને ૨૧ ડિસેમ્બરના મતગણતરી કરવામાં આવશે

ગાંધીનગર : રાજ્યમાં આવતા મહિને ડીસેમ્બરમાં ગ્રામ પંચાયતોમાં ચુંટણી જંગ જામશે. ૧૦૮૭૯ ગ્રામપંચાયતોમાં આજે ચૂંટણીનું આયોજન જાહેર કરવામાં આવ્યું હતું.

આ અંગે આજે રાજ્ય ચૂંટણીપંચે જાહેરાત પણ કરી દીધી છે. આ ચૂંટણી માટે ૧૯ ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને ૨૧ ડિસેમ્બરના મતગણતરી કરવામાં આવશે.

આ ચૂંટણી માટે ૨૯ નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને ૪ ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે. આ ચૂંટણીમાં કુલ ૨ કરોડ ૬ લાખ ૫૩ હજાર મતદારો છે.

ગાંધીનગરમાં ચૂંટણીપંચ દ્વારા પત્રકાર પરિષદની યોજીને જાહેરાત કરવામાં આવી હતી. ગ્રામપંચાયતની ચૂંટણી ૧૯ ડિસેમ્બરે આયોજીત કરવામાં આવશે, જે પણ પંચાયતોમાં ચૂટણી છે ત્યાં આજથી જ આચારસંહિતા લાગુ કરી દેવાઇ છે.

Other News : હોમગાર્ડ ભરતી માટે ઉમેદવારોની શારિરીક પરીક્ષા શરૂ કરાઇ

Related posts

સોમવારથી વિધાનસભાનું સત્ર તોફાની બનશે, અનેક મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે…

Charotar Sandesh

સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સોનોગ્રાફી કરાવવા માટે 15 દિવસ રાહ જોવી પડે છે

Charotar Sandesh

તોફાન, વાવાઝોડા સાથે ૨૨ મે થી ગુજરાતમાં ચોમાસુ બેસવાની આગાહી…

Charotar Sandesh