Charotar Sandesh
ગુજરાત

બ્રેકિંગ : નવરાત્રિને લઈ રાજ્ય સરકારનો નિર્ણય : ૪૦૦ લોકોની મર્યાદા સાથે શેરી ગરબા યોજી શકાશે, જાણો વિગત

નવરાત્રિ

ગુજરાતીઓ માટે હરખના સમાચાર : ૪૦૦ લોકોની મર્યાદા સાથે શેરી ગરબા યોજી શકાશે : ક્લબ અને પાર્ટી પ્લોટોમાં ગરબાની મંજુરી નથી અપાઈ

મહાનગરોમાં આવતીકાલથી રાત્રે કર્ફ્યૂનો સમય ૧ કલાક વધારવામાં આવ્યો છે, હવેથી રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે

ગાંધીનગર : ગુજરાતીઓ માટે હરખના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આ વર્ષે કોરોનાની સ્થિતિ થોડી હળવી થતા સોસાયટી અને ફાર્મ હાઉસોમાં તથા શેરી ગરબાને નિશ્ચિત નિયમો સાથે મંજુરી આપવામાં આવી છે. જો કે હાલ આ અંગે એસઓપીની જાહેરાત કરવામાં આવી નથી. સરકાર દ્વારા આ અંગે ટુંક જ સમયમાં જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત કર્ફ્યૂમાં પણ ૧ કલાકની રાહત આપવામાં આવી છે. હવે કર્ફ્યૂ રાત્રે ૧૨ વાગ્યાથી લાગુ પડશે જે સવારે ૬ વાગ્યા સુધી લાગુ રહેશે. આ ઉપરાંત નવરાત્રી દરમિયાન રેસ્ટોરન્ટને પણ છુટ આપવામાં આવી છે.

જો કે હજી એસઓપીની જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે. શેરી ગરબામાં ૪૦૦ લોકોથી વધારે લોકોને મંજુરી નથી. જેથી શેરીગરબામાં પણ વધારે ભીડ ન થાય તે માટેનું આયોજન જે તે સોસાયટીના ચેરમેન દ્વારા કરવાની રહેશે. જો કે પાર્ટી પ્લોટ કે અન્ય કોઇ પણ બહારના સ્થળે ગરબાના આયોજનને મંજુરી આપવામાં આવી નથી. જેથી ૧૨ વાગ્યે ગરબા પુર્ણ થયા બાદ કોઇ પ્રકારની અવર જવરને મંજુરી આપવામાં નહી આવે.

૪૦૦ લોકોની મર્યાદા સાથે શેરી ગરબા યોજી શકાશે. જોકે, ક્લબ અને પાર્ટી પ્લોટોમાં ગરબા રમવાની પરવાનગી આપવામાં આવી નથી. આ સાથે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, આવતીકાલથી રાત્રે કર્ફ્યૂનો સમય ૧ કલાક વધારવામાં આવ્યો છે. હવેથી રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.

Other News : ગુજરાતને ઘમરોળશે મેઘરાજા : આ તારીખ સુધી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

Related posts

રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક જળાશયો થયા ઓવરફ્લો…

Charotar Sandesh

ગાંધીના ગુજરાતમાં સુરતમાં ખૂલ્લેઆમ દેશી દારૂનું વેચાણ : વીડિયો વાયરલ

Charotar Sandesh

ભારત બંધને લઈને રાજ્યભરમાં 144 લાગૂ, SRPની ટુકડી સ્ટેડ બાય પર : DGP

Charotar Sandesh