વડોદરા : રાજ્યમાં લમ્પી વાયરસની એન્ટ્રી થઈ છે, ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લા બાદ હવે મધ્ય ગુજરાતમાં ખતરનાક લમ્પી વાયરસ (lumpy virus) ની એન્ટ્રી થતાં પશુમાલિકોમાં ભયનો માહોલ છે, જેને લઈ પશુ વિભાગ તંત્ર હરકતમાં આવેલ છે.
વડોદરામાં ત્રણ ગાયોમાં લમ્પી વાયરસ (lumpy virus) ના લક્ષણો દેખાયા છે, નજીકની તમામ ગાયોને આઈસોલેટ કરાઈ છે
લમ્પી વાયરસ (lumpy virus) નો ચેપ વડોદરામાં પશુઓને ક્યાંથી લાગ્યો હજુ સામે આવ્યું છે, પરંતુ પશુમાલિકોમાં ભય ફેલાયો છે. વાયરસના લક્ષણો દેખાતા ત્રણેય ગાયોની સારવાર હેઠળ છે. અન્ય ૬૦૦ ઢોર રખાયા હતા, તેઓને આઈસોલેટ કરાયા છે, આ ઢોરો સુધી લમ્પી વાયરસ (lumpy virus) ન પહોંચે તેથી તકેદારીના પગલા લેવાયા છે. પશુ વિભાગ દોડતું થતા તમામ પાંજરાપોળમાં ચેકિંગ કરાઈ રહ્યું છે અને આ બીમારી ન ફેલાય તે માટે રસીકરણની કામગીરી કરાશે.
Other News : આણંદ પાલિકા દ્વારા રસ્તાઓના ખાડા પૂરવાની કવાયત શરૂ : રોડ કમિટી ચેરમેને આ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો