Charotar Sandesh
ઈન્ડિયા

કેન્દ્ર સરકાર બિલ્ડર અને ખરીદનાર વચ્ચે મોડેલ કરાર બનાવે : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : સિંધ દ્વારા કરાયેલી દલીલને તેમનો પણ ટેકો અને સમર્થન છે. બેન્ચે કહ્યું હતું કે આ અંગે તે પ્રતિવાદી (કેન્દ્ર સરકાર)ને નોટિસ પાઠવે છે અને તેનો જવાબ માંગે છે. ગ્રાહકોના હિતોનું રક્ષમ કરવા એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરાઇ હતી જેની આજે સુનાવણી રાખવામાં આવી હતી. આ અરજીમાં રિયલ એસ્ટેટમાં જેની સૌથી મોટી ખોટ છે તે પારદર્શિતા લાવવાની પણ દાદ માંગવામાં આવી હતી.

બિલ્ડરો, પ્રમોટરો અને એજન્ટો પોતાની મુનસફી ઉપર આધારિત શરતો દસ્તાવેજોમાં ઘૂસાડી દેતાં હોય છે જેના કારણે ગ્રાહકને સમાન તક મળતી નથી જે ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૪,૧૫ અને ૨૧નું ખુલ્લેઆમ ઉલ્લંઘ છે એમ આ અરજીમાં વેધક દલીલ કરાઇ હતી.સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે દેશના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ગ્રાહકોની સુરક્ષા માટે બિલ્ડરો અને મકાન ખરીદનારા ગ્રાહકો વચ્ચે એક આદર્શ કરાર અસ્તિત્વમાં હોય તે દેશ માટે ખુબ જરૂરી છે કેમ કે બિલ્ડરો તેમના દ્વારા તૈયાર કરાયેલા કરારમાં બધી ગૂંચવાડાયુક્ત શરતો અને નિયમોનો ઉલ્લેખ કરતાં હોય છે જેની સામાન્ય ગ્રાહકને જાણ પણ હોતી નથી. ન્યાયમૂર્તિ સર્વશ્રી ડીયવાય ચંદ્રચુડ અને બી.વી. નાગરત્નાની બેન્ચે આ અંગે દાખલ થયેલી એક અરજીના પગલે કેન્દ્ર સરકારને ઓક નોટિસ પાઠવી તેનો જવાબ આપવા જણાવ્યું હતું.

બિલ્ડરો દ્વારા તૈયાર કરાતા દસ્તાવેજોમાં એટલી બધી ગૂંચવાડાયુક્ત શરતો અને નિયમો મૂકેલા હોય છે જેની સામાન્ય ગ્રાહકને કશી જાણ હોતી નથી તેથી ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા બિલ્ડરો અને ખરીદનાર ગ્રાહક વચ્ચે એક આદર્શ કરાર હોય તે દેશ માટે અતિ આવશ્યક છે એમ બેન્ચે તેનું અવલોકન વ્યક્ત કર્યું હતું.

Other News : Alert : બેદરકારી ફરી કોરોનાની ત્રીજી લહેર નોતરશે : એક્સપર્ટ્‌સની ચેતવણી

Related posts

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા રોકવામાં આવી

Charotar Sandesh

દેશના વીર જવાનો સાથે પૂરી સંસદ એકસાથે એક અવાજે ઊભી છે : વડાપ્રધાન

Charotar Sandesh

બ્રિટનમાં આશ્રય મેળવવા માલ્યા ગૃહપ્રધાન પ્રીતિ પટેલના શરણે પહોંચ્યો…

Charotar Sandesh