Charotar Sandesh
ઈન્ડિયા

આ ૬ દેશોમાંથી આવતા મુસાફરો માટે કેન્દ્ર સરકારે લીધો આ મોટો નિર્ણય, ૧ જાન્યુઆરીથી અમલવારી

કોરોનાથી સંક્રમિત

એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે

કોરોનાથી સંક્રમિત ચીન સહિત વિશ્વના કેટલાક દેશોને લઈ ભારત સરકાર સતર્ક થઈ છે, જેને લઈ ૬ દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત અને એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે, જેની અમલવારી ૧ જાન્યુઆરીથી કરાશે.

માત્ર ચીન, થાઈલેન્ડ, જાપાન, હોંગકોંગ, સિંગાપોર અને દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરાયો છે

આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્‌વીટ કરીને જાણકારી આપી છે. એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોનાની સંભવિત સ્થિતિને લઈ કેન્દ્ર સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, કોરોનાના BF.7 નવા વેરિએન્ટને લીધે ચાઈનામાં રોજ ૫ હજાર દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે.

Other News : ચીનથી ભાવનગર શહેરમાં પરત ફરેલ પિતા-પુત્રી બાદ હવે માતા પણ કોરોના પોઝિટીવ, તંત્ર દોડતું થયું

Related posts

બીએસએફએ સાંબા સેક્ટરમાંથી એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી

Charotar Sandesh

દેશમાં ઑગસ્ટમાં કોરોના વિકરાળ બન્યો : ૧૨ લાખ કેસ નોંધાયા…

Charotar Sandesh

મમતા બેનરજીને મોટો ઝાટકો : રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદીનું રાજીનામુ…

Charotar Sandesh