Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

“સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ૨૦૨૧-૨૨ અંતર્ગત આણંદ જીલ્લાની ૩૮ શાળાઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર

Anand : માનવ સંશાધન વિકાસ મંત્રાલય તથા સમગ્ર શિક્ષા આણંદ દ્વારા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ૨૦૨૧-૨૨ (swatch vidhyalay purskar 2021-22) અંતર્ગત પસંદ થયેલ આણંદ જીલ્લાની ૩૮ શાળાઓને પ્રમાણપત્ર એનાયત કરવા જિલ્લાકક્ષાનો કાર્યક્રમ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી એમ.વાય દક્ષીણીના અધ્યક્ષસ્થતામાં યોજાયો.

જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એટલે કે જે જગ્યા સ્વચ્છ છે ત્યાં પ્રભુનો વાસ હોય છે. આ ઉક્તીને સાર્થક કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ “સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત સ્વચ્છતા ઝૂંબેશ અંતર્ગત સફાઈ અંગેની કામગીરી હાથ ધરી છે, એજ રીતે ગુજરાતમાં પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ સ્વચ્છતા અંગે ઘણી યોજનાઓ અમલમાં છે.

યોજાયેલ કાર્યક્રમમાં આણંદ જિલ્લાની ઓલ ઓવર કેટેગરીમાં ૮ શાળાઓ અને ૩૦ સબ કેટેગરીની શાળાઓ મળી કુલ ૩૮ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની શાળાઓનો ઇનામ અને પ્રમાણપત્ર કલેકટરશ્રી વાય.એમ. દક્ષિણી ના વરદ હસ્તે એનાયત કરાયા હતા

કલેકટરશ્રીએ આણંદ જિલ્લાની પસંદ થયેલ તમામ શાળાઓને અભિનંદન પાઠવતા શાળાઓમાં તથા ગામમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાય તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો

સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ૨૦૨૧-૨૨ અંતર્ગત આણંદ જીલ્લાની પસંદ કરાયેલી વિવિધ ૩૮ શાળાઓને પાણી, ટોઇલેટ, સાબુથી હાથ ધોવા, બિહેવિયર ચેન્જ એન્ડ કેપેસીટી બિલ્ડીંગ, ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ, કોરોનાકાળ દરમિયાન તૈયારી જેવા વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ઠ કાર્ય દર્શાવવા બદલ ગ્રામ્ય અને શહેરી કેટેગરીમાં કુલ ૧૦ શાળાઓને ૩,૭૦૦૦, ૩૧૦૦૦૦, ૩,૧૨૦૦૦,૩૧૫૦૦૦ ની ૨કમનું ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં મદદનીશ જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર ડો.અમરીશ મકવાણા તેમજ એવોર્ડ મેળવનાર તમામ શાળાઓના મુખ્ય શિક્ષકશ્રીઓ, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર સમિતિના સભ્યશ્રીઓ, મુલ્યાંકનકાર તથા સમગ્ર શિક્ષા આણંદનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Other News : પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, મારા પ્રિય મિત્ર શિન્ઝો આબેના નિધનથી હું સ્તબ્ધ છું

Related posts

‘૫ સપ્ટેમ્બર’ : શિક્ષકની કૂખમાંથી રાષ્ટ્રનું નિર્માણ કરનાર રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન…

Charotar Sandesh

આણંદ નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા “નશાબંધી પ્રચાર-સપ્તાહ ૨૦૨૧”નો પ્રારંભ

Charotar Sandesh

આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર એક્શનમાં : શહેરમાં પ્રવેશનાર લોકોનો કોવિડ ટેસ્ટ કરાશે…

Charotar Sandesh