Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ગુનો શોધવામાં નિષ્કાળજી બદલ તારાપુરના પી.આઈ.ને સસ્પેન્ડ કરાતા પોલિસ વિભાગમાં ચકચાર

તારાપુરના પી.આઈ.

આણંદ એસઓજીએ સળિયા ચોરીના નેટવર્કનો પર્દાફાશ કરી એક કરોડનો મુદ્દામાલ ઝડપ્યો હતો, ગુનો શોધવામાં નિષ્ફળતા બદલ સ્થાનિક પી.આઈ.ને સસ્પેન્ડ કરાયા છે

તારાપુર પોલીસ મથકના PI ને ફરજમાં નિષ્કાળજી દાખવતાં રેન્જ IGP દ્વારા સસ્પેન્ડ દાખવતા પોલીસ વિભાગમાં ચકચાર મચી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ SOG એ તારાપુરના વટામણ તરફ જવાના રોડ પર મહિયારી ગામની સીમમાં આવેલા પડતર ખેતરમાં ટ્રકમાંથી સળીયા કાઢી લેવાનું મસમોટું નેટવર્ક પકડ્યુ હતું. જેમાં છ શખસની ધરપકડ કરી, છ ટ્રક, સળીયા સહિત કુલ એક કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનો શોધવામાં સ્થાનિક પોલીસની નિષ્ફળતાએ Tarapur PIનો ભોગ લઈ લીધો છે.

આ અંગે ખંભાત DYSP અભિષેક ગુપ્તાએ જણાવેલ કે, આણંદ એસઓજી પોલીસે મહિયારી સીમમાં ગામમાં દરોડો પાડી લોખંડનાં સળિયા સાથે છ ટ્રકો કબ્જે કરી, લોખંડના સળિયા ચોરીના રેકેટનો પર્દાફાશ કરેલ, જે ગુનો શોધવાની નિષ્ફળતાને લઈ તારાપુર PI વિજયદાન ચારણને રેન્જ IG દ્વારા સસ્પેન્ડ કરાયા છે, આ કેસ સંદર્ભે ઉચ્ચ અધિકારીના આદેશ અનુસાર તપાસ થશે અને તે બાદ જે નિર્ણય લેવાશે તે મુજબ આગળની કાર્યવાહી ધરાશે.

Other News : પેટલાદ સિવિલ હોસ્પિટલની અનોખી સિધ્ધિ : ૩.૩૧ કિ.ગ્રા.ની બેનીંગ ટ્યુમરની ગાંઠની સફળ સર્જરી કરાઈ

Related posts

રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસનો રાફડો ફાટ્યો : આણંદ જિલ્લામાં ૧૧ સાથે રાજ્યમાં ૮૦૦થી વધુ…

Charotar Sandesh

આણંદ : તબીબોએ ૨ કલાક ઓપરેશન બાદ સફળતાપૂર્વક ગાયના પેટમાંથી ૭૭ કિલો પ્લાસ્ટિકનો વેસ્ટ કાઢયો

Charotar Sandesh

આંકલાવ CHC હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર તાત્કાલિક કાર્યરત કરવામા આવશે…

Charotar Sandesh