Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદ-વડોદરા સહિત આ જિલ્લાઓના વાતાવરણમાં પલટો : વીજળીના ચમકારા સાથે વરસાદ

વરસાદી માહોલ

વડોદરા : રાજ્યમાં ફરી એક વખત ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાયો છે, જેમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ સહિતના વિસ્તારોમાં વિજળીના કટાકા સાથે વરસાદ વરસી રહ્યો છે, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ બફારાથી રાહત અનુભવી છે.

નવરાત્રીના શરૂઆત બાદ મેઘરાજાએ બ્રેક લીધા બાદ ફરી એક વખત મોટા શહેરોમાં બેટિંગ શરૂ કર્યું છે, આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળતાં સાંજના સુમારે વરસાદ વરસ્યો હતો. સાંજના સુમારે વિજળીના કડાકા સાથે વરસાદ વરસતાં નોકરીયાત વર્ગ, ધંધાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે

આગામી ૭ અને ૮ ઓક્ટો.એ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે તેવી વરસાદની સંભાવના છે અને ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા વર્તાઈ રહી છે.

Other news : આગામી ૧૦મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે આણંદમાં : ૧ લાખથી વધુ જનમેદની થશે એકત્ર

Related posts

રાજ્ય ગૃહ વિભાગ એકશનમાં : દુષ્કર્મના આરોપીઓને ફાંસીની સજા મળે તે માટે સરકાર પ્રયાસો કરશે…

Charotar Sandesh

રાજ્યમાં ‘ગુજકોક’ હેઠળ નોંધાયો પહેલો ગુનોઃ વિશાલ ગોસ્વામીની ગેંગના ચાર શખ્સ ઝડપાયા…

Charotar Sandesh

આણંદ જીલ્લા સહિત રાજ્યના ૧૦ હજાર સરકારી ડોકટરો હડતાળ ઉપર ઉતરી ગયા, શું છે પડતર માંગણીઓ

Charotar Sandesh