Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

ચરોતર ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ પ્રા. વિભાગમાં ધોરણ ૧ થી ૫માં વર્ચુઅલ રક્ષાબંધન પર્વની ઉજવણી

ચરોતર ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ રક્ષાબંધન

આણંદ : ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ચરોતર ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ પ્રાથમિક વિભાગમાં તારીખ:૨૧ ઓગષ્ટ શનિવારના રોજ ધોરણ ૧ થી ૫ માં વર્ચુઅલ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ ઇત્તર પ્રવૃતિમાં શાળામાં વિદ્યાર્થીઓએ રક્ષાબંધન પર્વ નિમીતે રક્ષાબંધનના કાર્ડ અને રાખડી બનાવી તેનો વિડીઓ વર્ગ શિક્ષકને મોકલવામાં આવ્યા હતા.

ભાઈ-બહેનના પ્રતિકસમા આ પર્વ નિમીતે વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓએ સ્પર્ધામાં વર્ચ્યુઅલ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો

રક્ષાબંધનના સંદેશ પાઠવતા કાર્ડ અને રાખડી બનાવી પોત પોતાની આંતરિક શક્તિઓને પ્રસ્તુત કરી હતી. શાળામાં રક્ષાબંધન પર્વ ઉજવવાનો મુખ્ય હેતુ રક્ષાબંધન પર્વ નું ઐતિહાસિક મહત્વ સમજે અને સમાજમાં ભાઈ-બહેનના પ્રેમનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે તે હેતુ થી રક્ષાબંધન પર્વમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચરોતર ઈંગ્લીશ મિડીયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને વયને ધ્યાનમાં રાખી શિક્ષણ ઉપરાંત શૈક્ષણિક ઈત્તર પ્રવૃતિઓ અને શૈક્ષણિક અન્ય સ્પર્ધાઓ પણ કરાવવામાં આવે છે.અને આજ ઉદ્દેશ્યથી બાળકોનો સર્વાગીણ વિકાસ થાય અને બાળકો રમત ગમત સાથે શિક્ષણ પ્રત્યે વધુ ને વધુ પ્રોત્સાહિત થાય તે માટે શાળામાં શૈક્ષણિક ઈત્તર પ્રવૃતિઓ અને શૈક્ષણિક અન્ય સ્પર્ધાઓ કરાવવામાં આવે છે. શિક્ષકો દ્વારા યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા પુરા પાડવામાં આવે છે.

શાળાના યુવા અને દીર્ઘદ્રષ્ટા લોકલાડીલા આચાર્યશ્રી દ્વારા પ્રથમ આવનાર વિદ્યાર્થીને વર્ચ્યુઅલ હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા, અને બાળકો માટે શાળામાં કરવામાં આવતી વિવિધ અન્ય પ્રવૃતિઓમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઓનલાઈન વર્ચ્યુઅલ ભાગ લે તે માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Other News : આણંદ જિલ્લામાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો

Related posts

આગામી સપ્તાહમાં ફરીવાર વાસદ ટોલનાકા પર આંદોલનની ચીનગારી સળગે તેવી શકયતાઓ…

Charotar Sandesh

કરૂણા અભિયાન અંતર્ગત જિલ્લામાં બે દિવસ દરમિયાન ૧૬૩ પક્ષીઓને સારવાર આપી બચાવી લેવાયા

Charotar Sandesh

વડતાલધામમાં શિક્ષાપત્રી જયંતિ – સુવર્ણ પાલખીમાં હસ્તપ્રતની શોભાયાત્રા : સંતો સત્સંગીઓની ઉપસ્થિતિ

Charotar Sandesh