Charotar Sandesh
ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગર જિલ્લાની મુલાકાત લીધી

વરસાદથી અસરગ્રસ્ત જામનગર

અસરગ્રસ્તો સાથે મુખ્યમંત્રીશ્રીનો સંવાદ: સમગ્ર સરકાર અસરગ્રસ્તોની પડખે ઉભી છે

જામનગર જિલ્લાના પુર પ્રભાવિત વિસ્તારના લોકોને નુકસાનીનો સર્વે કરીને મદદરૂપ બનવા જામનગર જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજતા મુખ્યમંત્રીશ્રી

જિલ્લાના 84 ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા તત્કાલ રિસ્ટોરેશન કરતા બાકીના 53 ગામોમાં આજ સાંજ સુધીમાં 100% વીજ પુરવઠો કાર્યરત થશે

જામનગર : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે ભારે વરસાદથી અસરગ્રસ્ત-પૂરગ્રસ્ત થયેલા જામનગર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્તોને મદદરૂપ થવા સંવાદ કરી અસરગ્રસ્તોના આંગણે જઈને સમગ્ર સરકાર આપની સાથે છે તેવી હૈયાધારણા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જામનગર જિલ્લાના અસરગ્રસ્ત થયેલા ધુંવાવ ગામ, મહાપ્રભુજી બેઠક વિસ્તાર તથા લાલપુર રોડ પરના આશીર્વાદ સોસાયટી વિસ્તારની મુલાકાત લઈ અસરગ્રસ્તોને થયેલી અસર અંગેનો કયાસ કાઢી જામનગર ખાતે કલેકટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠક બાદ માધ્યમો સાથેના સંવાદમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર સરકાર અસરગ્રસ્તોની સાથે છે.સરકાર સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બચાવવા માટે કરવામાં આવેલી ત્વરિત કામગીરી ની વિગતો આપતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે જામનગર જિલ્લાના 447 ગામોમાં ભારે વરસાદની અસર પહોંચી છે.સમગ્ર જિલ્લાની ટીમને કપરી કામગીરી સરળતાથી બજાવવા બદલ

અભિનંદન આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નુક્સાનીના સર્વે માટે સ્થાનિક ઉપરાંત બહારના જિલ્લાઓમાંથી પણ ટીમોને બોલાવવા સૂચના આપવામાં આવી છે.હકારાત્મક અભિગમ દાખવીને સાચો રહી ન જાય અને ખોટો લઈ ન જાય એ રીતે સર્વેની કામગીરી હાથ ધરવા માર્ગદર્શન આપ્યું છે.

Other News : ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના આ શહેરોમાં નાઈટ કર્ફ્‌યૂ યથાવત રાખવાનો નિર્ણય

Related posts

ગૃહ રાજ્યમંત્રીની દેખરેખમાં જ દારૂનું વિસ્તરણ કરાઇ રહ્યું છે : અમિત ચાવડા

Charotar Sandesh

બુલેટ ટ્રેન ખોરંભે ચડી… ૨૦૨૨ સુધી પણ નહીં દોડી શકે…

Charotar Sandesh

રાજ્યમાં ૫ દિવસ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી…

Charotar Sandesh