Charotar Sandesh
ઈન્ડિયા

મુખ્યમંત્રી યોગી એક્શનમાં : ઉત્તરપ્રદેશનાં આ ૭ શહેરમાં દારૂ, માંસ નહીં વેચાય

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM yogi)

મથુરા : શ્રીકૃષ્ણ જન્મસ્થળે ભગવાનનાં દર્શન કરવા મથુરા પહોંચેલા મુખ્યમંત્રી યોગી (CM yogi) એ અહીંના રામલીલા મેદાનમાં જાહેરસભાને સંબોધતાં કહ્યું હતું કે ‘અહીંના લોકોની ઇચ્છા છે કે આ પવિત્ર સ્થળોએ દારૂ અને માંસનું વેચાણ ન થવું જોઇએ. હું તેમને ખાતરી આપું છું કે તેઓ ઇચ્છે છે એમ જ થશે.’

વ્યવસ્થિત પુનર્વસન કરવું છે અને આ કામમાં આ પવિત્ર સ્થળોને તે દિશામાં આગળ વધારવાની જરૂર છે : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી યોગી (CM yogi) એ ઉમેર્યું કે, ‘જિલ્લાતંત્રને જરૂરી કાર્યવાહીના આદેશ અપાયા છે. દારૂ-માંસના વેચાણ સાથે સંકળાયેલા લોકોને બીજા કોઇ કામની યોગ્ય તાલીમ આપીને તેમનું પુનર્વસન કરવું જોઇએ, તેમનું વ્યવસ્થિત ઢબે કાઉન્સેલિંગ થવું જોઇએ. તેમના માટે ડેરી ઉદ્યોગના નાના સ્ટોલ બનાવી દેવાય તો સારું રહેશે. અમારો ઉદ્દેશ કોઇને ઉજાડવાનો નથી.વ્યવસ્થિત પુનર્વસન કરવું છે અને આ કામમાં આ પવિત્ર સ્થળોને તે દિશામાં આગળ વધારવાની જરૂર છે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી યોગી (CM yogi) કહ્યું હતું કે મથુરાના વૃંદાવન, ગોવર્ધન, નંદગાંવ, બરસાના, ગોકુળ, મહાવન અને બલદેવમાં ટૂંક સમયમાં દારૂ અને માંસનું વેચાણ બંધ કરીને તેની સાથે સંકળાયેલા લોકોનું અન્ય વેપાર-ધંધામાં પુનર્વસન કરાશે.

Other News : ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે દેશમાં કોરોના કેસોમાં થઈ રહેલો વધારો ક્યાં લઈ જશે ?

Related posts

Corona : કોરોનાની સ્પિડ વધી, છેલ્લા ૨૪ કલાકમાં ૪૪,૬૪૩ પોઝિટિવ કેસ નોંધાયા

Charotar Sandesh

સીમા પારથી ૨૫૦ આતંકીઓ ઘુષણખોરીની ફિરાકમાં…

Charotar Sandesh

કર્ણાટકમાં ઑક્સિજન સમયસર ના મળવાના કારણે ૨૪ દર્દીઓના કરૂણ મોત…

Charotar Sandesh