Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

RTI હેઠળ માહિતી આપવામાં ઠાગામૈયા કરવામાં આવતા ઉમરેઠ પાલીકાના ચીફ ઓફીસરને પાંચ હજારનો દંડ

ઉમરેઠ પાલીકા

ઉમરેઠ : પાલીકામા ફરજ બજાવતા એકાઉન્ટન્ટ તથા કમૅચારી દ્વારા પાલીકા કામઅર્થે ભાડે ગાડી તેમજ પાલીકા ગાડીના કરેલ ઉપયોગ તથા એકાઉન્ટન્ટ ની નિમણુંક ક્યા આધારે કરવામાં આવી સહિતની સ્થાનિક નાગરિક દ્વારા આરટીઆઇ હેઠળ માહિતી માગવામાં આવતાં પાલીકા ચીફઓફીસરે ઠાગાઠેયા કરતાં મામલો જાહેર માહિતી કમીશ્રર સમક્ષ પહોંચતા કમીશ્નરે ચીફઓફીસરને ૫૦૦૦નો દંડ ફટકારતા ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર ઉમરેઠ પાલીકામાં ફરજ બજાવતા એકાઉન્ટન્ટ પીયુષ શાહ તથા પાલીકા કમૅચારી રાજન સૌની દ્વારા પાલીકાની ગાડી ઉપરાંત એકાઉન્ટન્ટ પદે પીયુશ શાહની ઉમરેઠ પાલીકામા ફરજ નિમણૂંકમાં કુછ તો ગરબડ હૈની આશંકા પગલે ઉમરેઠ ના જાગૃત નાગરિક વિજય ઉપાધ્યાય દ્વારા ૨-૧૧-૨૧ના RTI હેઠળ ગાડીના કરવામાં આવેલ ઉપયોગ તથા કથા ઠરાવ ના આધારે પીયુષ શાહની એકાઉન્ટન્ટ તરીકે નિમણૂંક તેમજ જામીન બોન્ડ મુદ્દે માગ કરવામાં આવતા પાલીકા ચીફઓફીસરે માહિતી આપવામાં ઠાગાઠયા કરવામાં આવતા વિજય ઉપાધ્યાયે જાહેર માહિતી મીશ્નર સમક્ષ દાદ માગતાં કમીશ્નરે પાલીકા ચીફઓફીસરે માહિતી ન આપવાના મુદ્દે માહિતી અધીકારની કલમ ૨૦(૧)હેઠળ ૫૦૦૦નો દંડ શ્રી ઓફીસરને ફટકારવા ઉપરાંત અરજદાર દ્વારા માગવામાં આવેલ માહિતી આપવાના હુકમ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળેલ છે.

Other News : રાજ્યમાંથી ખૂણે ખૂણેથી વ્યાજખોરોના દૂષણને દૂર કરીને જ રહીશું : ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી

Related posts

વાવાઝોડા ‘બિપોરજોય’ ની સંભાવનાને ધ્યાને લઈ આણંદ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં

Charotar Sandesh

બેફામ વાહનચાલકો સાવધાન… હવે ઓવરસ્પીડથી દોડતા વાહનોને અદ્યતન ટેકનોલોજીથી મળશે મેમો

Charotar Sandesh

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ચિખોદરા ચોકડીથી ગણેશ ચોકડી સુધી સ્‍વચ્‍છતા પદયાત્રા

Charotar Sandesh