Charotar Sandesh
ઈન્ડિયા

અમરનાથમાં વાદળ ફાટ્યું : ૪૫ શ્રદ્ધાળુઓ ફસાયા, ૩ મહિલા સહિત ૧૫ મોત થયા : એરફોર્સ બચાવકાર્યમાં જોડાયું

અમરનાથ (amarnath) ગુફા

અમરનાથ : દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમરનાથ (amarnath) ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના આજે સાંજે ૫.૩૦ કલાકે સામે આવી છે, જેમાં ગુફા નજીક ૧૦થી ૧૫ હજાર શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા.

મળતી માહિતી મુજબ, અમરનાથ (amarnath) ગુફા પાસે આ ઘટનામાં ૩ મહિલા સહિત ૧૫ શ્રદ્ધાળુના મોત નિપજ્યા છે, જ્યારે ૪૫ શ્રદ્ધાળુ ફસાયા છે. ફસાયેલા યાત્રીઓને પંચતરણી લઈ જવાયા છે.આ ઘટના બાદ એરફોર્સ પણ બચાવકાર્યમાં જોડાઈ છે.

જેને પગલે અમરનાથ (amarnath) ગુફા પાસે શ્રદ્ધાળુઓ માટે લગાવાયેલ ૨૫ ટેંટ અને ત્રણ લંગર વહી ગયા હતા, વરસાદને લઈ આ વિસ્તારમાં પૂરના પાણી ભરાઈ ગયેલ અને લોકો તેની ઝપટમાં આવી ગયેલ.

વાદળ ફાટવાની ઘટનામાં અનેક શ્રદ્ધાળુઓ ગુમ થયેલ છે

અમરનાથ (amarnath) શ્રાઈન બોર્ડ તેમજ ત્યાંની સ્થાનિક પોલીસ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે, જેમાં ૦૧૯૪ ૨૩૧૩૧૪૯, ૦૧૯૪ ૨૪૯૬૨૪૦, ૯૫૯૬૭૭૯૦૩૯, ૯૭૯૭૭૯૬૨૧૭, ૦૧૯૩૬૨૪૩૨૩૩, ૦૧૯૩૬૨૪૩૦૧૮ નંબરો છે.

Other News : સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ૨૦૨૧-૨૨ અંતર્ગત આણંદ જીલ્લાની ૩૮ શાળાઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

Related posts

મુંબઇમાં મેટ્રો પ્રોજેક્ટ માટે ૨૭૦૦ વૃક્ષોનો સત્યનાશ કરાયો… સમગ્ર વિવાદ રાજકીય રંગે રંગાયો…

Charotar Sandesh

મોંઘવારીનો માર : પેટ્રોલના ભાવ એક વર્ષમાં ૧૮ રૂપિયાનો અધધ… વધારો

Charotar Sandesh

રાજ્ય સરકાર હેઠળ કાર્યરત તબીબોને પીજી કોર્સના પ્રવેશમાં અનામત મળશે…

Charotar Sandesh