Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારમાં હવાઇ નિરીક્ષણ કરે તેવી શક્યતા

જામનગર અને રાજકોટમાં વરસાદ

અમદાવાદ : મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારમાં હવાઇ નિરીક્ષણ કરે તેવી શક્યતા છે. જામનગર અને રાજકોટમાં આભ ફાટયુ હોય તેવી પરિસિૃથતી સર્જાઇ છે. ભારે વરસાદને કારણે જામનગર અને રાજકોટ શહેર-જિલ્લામાં ઘરો જાણે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. માર્ગો પર વરસાદી પાણી ભરાઇ જતાં વાહન વ્યવહાર બંધ કરાયો છે.

હવામાન વિભાગે હજુ ભારે વરસાદ પડે તેવી આગાહી કરી છે જેના કારણે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે. આ સિૃથતીને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરિય બેઠક યોજી એનડીઆરએફની ટીમોની મદદ લેવા જણાવ્યુ છે. આ ઉપરાંત નિચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ફસાયેલા લોકોને સલામત સૃથળે ખસેડવા મુખ્યમંત્રીએ જામનગર કલેકટર સાથે ટેલિફોનિક વાતચીત કરી સિૃથતી જાણી હતી. ભૂપેન્દ્ર પટેલે ભટિંડાથી ત્રણ એનડીઆરએફની ટીમો બોલાવવા પણ અધિકારીઓને સૂચના આપી છે. રાજકોટમાં એક અને જામનગરમાં બે એનડીઆરએફની ટીમો મોકલાશે.

ખાસ કરીને રાહત બચાવની કામગીરીને પ્રાથમિક આપવા અધિકારીઓને આદેશ અપાયા છે

ભારે વરસાદ થતાં સિૃથતીની સમિક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલિકોપ્ટરમાં હવાઇ નિરીક્ષણ કરશે.આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ કૈ.કૈલાશનાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ ઉપરાંત રાહત કમિશનર આંદ્રા અગ્રવાલ હાજર રહ્યા હતાં. શપથગ્રહણ બાદ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો . પ્રથમ જ દિવસે ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી જામનગર અને રાજકોટમાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસિૃથતીની સમિક્ષા કરી હતી. આ ઉપરાંત વરસાદી પાણીમાં ફસાયેલા લોકોનું સૃથળાંતર કરી સલામત સૃથળે ખસેડવા સૃથાનિક તંત્રને સૂચના આપી હતી.

Other News : ભારે વરસાદના કારણે ૧૫ સ્ટેટ હાઈવે સહિત કુલ ૧૩૬ રસ્તા બંધ

Related posts

વાઘોડીયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે પોલીસ કોઈ પગલાં નહીં લે : ડીજીપી

Charotar Sandesh

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર સામે ગુજરાત આરોગ્ય તંત્ર સજ્જ

Charotar Sandesh

ગુજરાતમાં વ્યાજખોરો બેફામ, ખુલ્લેઆમ ચાલે છે દારૂ-જુગારના અડ્ડા : કોંગ્રેસ

Charotar Sandesh