Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં આગામી દિવસોમાં પવન ફુંકાવાને કારણે ઠંડીનો ચમકારો વધશે : હવામાન વિભાગ

ઠંડા પવન

અમદાવાદ : રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી દિવસોમાં ઠંડા પવન ફુંકાવાને કારણે ઠંડીનો ચમકારો વધશે. આગામી પાંચ દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે.

રાજ્યમાં આગામી દિવસોમાં ફરી લોકોને ઠંડીનો સામનો કરવો પડશે. ફરી રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે . રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી દિવસોમાં પવન ફુંકાવાને કારણે ઠંડીનો ચમકારો વધશે.

આગામી પાંચ દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. પરંતુ રાજસ્થાનમાં સાઇકલોનિક સર્ક્‌યુલેશન સક્રિય થતા ગુજરાતમાં ઠંડીની અસર જોવા મળશે. તો આ તરફ ઉત્તરભારતના અનેક રાજ્યોમાં મૌસમ ફરી પોતાનો મિજાજ બદલશે. ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે.જે મુજબ આગામી ત્રણ દિવસમાં ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.

૨૪ અને ૨૫ જાન્યઆરીએ અનેક રાજ્યોમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે

વરસાદને પગલે દિલ્લી અને ઉત્તરભારતમાં ઠંડી વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Other News : ગ્રીષ્માકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ : ઉમરેઠમાં ઉશ્કેરાયલા યુવકે યુવતીનું ગળું કાપી ઘાયલ કરી

Related posts

સુરતમાં વડા પ્રધાનના જન્મ દિન નિમિતે સુરતમાં રોપાયા ૭૦ હાજર વૃક્ષ…

Charotar Sandesh

ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી,વલસાડમાં નોંધાયું ૧૪ ડિગ્રી તાપમાન…

Charotar Sandesh

આત્મનિર્ભર ગુજરાત : હવે વ્યાપાર-ઉદ્યોગને દોડતા કરવા રૂા.5000 કરોડના પેકેજની તૈયારી…

Charotar Sandesh