જેમા કુલ ૨૧૮ રક્ત દાતાઓએ રક્તદાન કરી મેગા કેમ્પ કરતી ખંભાત પોલીસ
આણંદ : જીલ્લા મહે. પોલીસ અધિક્ષક અજીત રાજ્યાણ સાહેબ આણંદ નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ મદદનીશ પોલીસ અધિક્ષક અભીષેક ગુપ્તા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેકટર આર.એન.ખાંટ સાહેબ નાઓની અધ્યક્ષતામા તા.૨૩/૦૬/૨૦૨૨ ના રોજ ખંભાત શહેરમા તારાપુર રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી બી.ડી.રાવ કોલેજ કેમ્પસમા કોમી એકતા જળવાય રહે તે હેતુસર રક્તદાન શિબિરનુ આયોજન કરવામા આવેલ.
જેમા કોમી એખલાસની ભાવના જળવાઇ રહે તે માટે ખંભાત પોલીસ પરીવાર તથા ખંભાત શહેરની વિવિધ સરકારી કચેરીના અધીકારી તથા કર્મચારીઓ તથા ખંભાત શહેરના ધાર્મીક અગ્રણીઓ તથા હીન્દુ મુસ્લીમ સમાજના આગેવાનો તથા યુવાનોએ તથા પત્રકાર મીત્રોએ તથા બી.ડી.રાવ કૉલેજના પ્રોફેસરો તથા એન.સી.સી. કેડેટ દ્વારા ખુબજ મોટી સંખ્યામા રક્તદાતા ઓએ ઉત્સાહભેર રક્તદાન કરી કુલ ૨૧૮ રકતદાતાઓએ રક્તદાન કરેલ અને સફળ મેગા કેમ્પ કરી ખંભાત શહેરમા કોમી એકતા જળવાઇ રહે તેવુ ભાઇચારાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડેલ છે.
Other News : એશિયામાં નંબર વન અમૂલ ડેરીનું ટર્ન ઓવર ૧૦ હજાર કરોડને પાર થયું : અર્થતંત્ર-રોજગારી માટે આશીર્વાદરૂપ