Charotar Sandesh
ઈન્ડિયા

અભિનંદન : ભારતમાં કોરોના રસીના ૭૦ કરોડ ડોઝ અપાઇ ચૂક્યા

ભારતમાં કોરોના રસીના ડોઝ

નવી દિલ્હી : આ સિદ્ધિ માટે દેશની જનતા અને આરોગ્ય કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. સોમવારે દેશમાં કોરોના રસીના ૧.૧૩ કરોડ કરતાં વધુ ડોઝ અપાયા હતા. છેલ્લા ૧૧ દિવસમાં ૩ વાર કોરોના રસીના એક કરોડ કરતાં વધુ ડોઝ અપાયા છે. સોમવારે દેશમાં ૧,૧૩,૫૩,૫૭૧ કોરોના રસીના ડોઝ અપાયા હતા. મંગળવારે સવારે ૭ કલાકે દેશમાં ૬૯.૯૦ કરોડ કોરોના રસીના ડોઝ અપાઇ ચૂક્યા હતા.

માંડવિયાએ જણાવ્યું હતું કે, કોરોના રસીકરણમાં ઘણો વેગ આવ્યો છે. ભારતે ૧૬ જાન્યુ.૨૧થી શરૃ થયેલા રસીકરણ કાર્યક્રમમાં પ્રથમ ૮૫ દિવસમાં ૧૦ કરોડ ડોઝ આપ્યા જ્યારે ત્યારપછીના ૪૫ દિવસમાં આ આંકડો ૨૦ કરોડને પાર થયો હતો. ભારતમાં કોરોના રસીના ૭૦ કરોડ ડોઝ અપાઇ ચૂક્યા છે.

મહત્ત્વનો સીમાસ્તંભ પાર કરવા માટે આરોગ્ય કર્મીઓને અભિનંદન આપતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, ભારતે અત્યાર સુધીમાં કોરોના રસીના ૭૦ કરોડ કરતાં વધુ ડોઝ આપી દીધાં છે.

માંડવિયાએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે કોરોના રસીના ૭૦,૦૦,૦૦,૦૦૦ ડોઝ આપવામાં સફળ રહ્યાં છીએ.

Other News : ગુજરાતના આ વિસ્તારોમાં ૧૨મી સુધી અતિ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ રહેશે : અંબાલાલ

Related posts

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની અવળચંડાઈ : એક જ કલાકમાં ૩ જગ્યાએ દેખાયા ડ્રોન

Charotar Sandesh

ગુજરાત સહિતની પેટા ચૂંટણીનો કાર્યક્રમ યોગ્ય સમયે જાહેર કરાશે : ચૂંટણી પંચ

Charotar Sandesh

ગંભીરે કેજરીવાલને આપી ચેલેન્જ, આરોપ સાબિત થયા તો જાહેરમાં ફાંસી પર લટકી જઇશે

Charotar Sandesh