Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

પેટલાદ બેઠક પર ભરતસિંહ સોલંકીને લઈને કોકડું ગુંચવાતા કોંગ્રેસ-ભાજપના નેતાઓ દ્વિધામા

પેટલાદ બેઠક

ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવાર જાહેર કરાય તેવી શક્યતા : ભરતસિંહ

ચૂંટણી લડશે તો નિરંજનભાઈ પટેલ ભાજપમાં જોડાઈ જશેની ચર્ચા

આણંદ જિલ્લાની પેટલાદ બેઠક પર કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકીની ચૂંટણી લડવાની શક્યતાઓને લઈને કોકડું ગુંચવાતા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વિધામાં મુકાઈ જવા પામ્યા છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી આ બેઠકને લઈને ભારે કશ્મકશ ચાલી રહી છે. આવી સ્થિતિમાં કાર્યકરોની હાલત કફોડી થઈ જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા પાર્ટીના દિગ્ગજ નેતાઓને પણ ચૂંટણી લડવાનો આદેશ કરતા ભરતસિંહ સોલંકી પેટલાદ બેઠક પરથી ચૂંટણી લડવાની અટકળો વહેતી થવા પામી હતી. જેને લઈને આ બેઠક પર છ ટર્મ જીતેલા કોંગ્રેસના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ ભારે નારાજ થઈ જવા પામ્યા હતા અને કોંગ્રેસની પરિવર્તન રેલીના સ્વાગત માટે પણ ગયા નહોતા અને ભાજપના નેતાઓ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો હતો. જેને લઈને નિરંજનભાઈ પટેલ ભાજપમાં જોડાવાની અટકળો તેજ થઈ જવા પામી હતી.

જો કે છેલ્લા બે દિવસોથી ભરતસિંહ સોલંકી દ્વારા ચૂંટણી લડવા અંગે કોઈ સ્પષ્ટતા ના થતાં સ્થિતિ જૈસે થેની જોવા મળી રહી છે. ગઈકાલ સુધી ભરતસિંહ ચૂંટણી નહીં લડે અને પાર્ટી દ્વારા નિરંજનભાઈ પટેલને જ ટિકિટ આપવામાં આવશે તેમ મનાતું હતુ. પરંતુ ગઈકાલે બપોરના સુમારે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થતા અને ઉમરેઠ બેઠક પર પટેલ ઉમેદવાર આવનાર હોય હવે પેટલાદ બેઠક પર ક્ષત્રિય એવા ભરતસિંહ સોલંકી જ ચૂંટણી લડનાર હોવાની ચર્ચાએ ફરી એકવાર વેગ પકડ્યો છે અને આજે સાંજ સુધીમાં મોટી રાજકીય ઉથલપાથલ થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

પેટલાદ વિધાનસભાના કેટલાક કોંગી નેતાઓ અને કાર્યકરો દ્વારા ભરતસિંહ સોલંકીને જ ઉમેદવાર બનાવવામાં આવે તેવી માંગણી કરાઈ રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Other News : ઉમરેઠમાં એનસીપી સાથે ગઠબંધન થતા કોંગ્રેસમાં નારાજગી : અપક્ષ લડવાની તૈયારી

Related posts

પરમ પૂજનીય સંતશ્રી મોરારીદાસજી મહારાજના હસ્તે શ્રીરામ મંદિર નિર્માણ અભિયાનમાં રૂ. ૧૧,૧૧૧ નિધિ સમર્પિત કરાઈ….

Charotar Sandesh

અડાસ સર્વોદય કુમાર શાળા ખાતે જળસંચય માટે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેનો પ્રોજેક્ટ કરાયો

Charotar Sandesh

વડાપ્રધાન મોદી પ્રચારાર્થે ગુજરાતની મુલાકાતે : આણંદ-ખેડા લોકસભા બેઠકની સંયુક્ત જનસભા સંબોધશે

Charotar Sandesh