ન્યુ દિલ્હી : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે આજે ૨૪ વર્ષ બાદ મતદાન યોજાઈ હતી, જેમાં મલ્લિકાર્જુન ખડગે (mallikarjun kharge) તેમજ શશિ થરૂર વચ્ચે સીધો મુકાબલો હતો, દેશમાં રાજ્ય કોંગ્રેસ સમિતિનાં કાર્યાલયોમાં ૯ હજાર મતદારોએ મતદાન કર્યા હતા, જેનું પરિણામ આજે આવ્યું છે.
કોંગ્રેસ-અધ્યક્ષ ચૂંટણીના મતનું કાઉન્ટીંગ આજે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના કાર્યાલય ખાતે પૂર્ણ થયેલ
૨૪ વર્ષ પછી કોંગ્રેસ પાર્ટીને બિનગાંધી અધ્યક્ષ મળેલ છે, ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે (mallikarjun kharge) કોંગ્રેસના ૬૫માં અધ્યક્ષ બન્યા છે. તેઓને કુલ ૯૩૮૫માંથી ૭૮૯૭ મત મેળવી તેમણે પોતાની જીત હાંસલ કરેલ છે, જ્યારે થરૂરને માત્ર ૧૦૭૨ વોટ મળ્યા છે.
Other News : કોંગ્રેસના ગઢ આંકલાવમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કર્યા કોંગ્રેસ-આપ ઉપર આકરા પ્રહાર, જુઓ