Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં દારૂબંધી હટાવવા મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપી ઠંડીમાં ગરમાવો લાવતાં ભરતસિંહ સોલંકી

ગુજરાતમાં દારૂબંધી

હાલમાં ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ કેટલી બંધી છે તે તો સૌ કોઇ જાણે છે ગુજરાતમાં બિનકાયદેસર રીતે જોઈએ તેટલો દારૂ મળે છે : કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી

ગાંધીનગર : ગુજરાતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ આડકતરો ઈશારો કર્યો છે કે, કોંગ્રેસ આવે તો દારૂબંધી હટી શકે છે. તેમણે કહ્યું કે, સમય સાથે પરિવર્તન આવશે તો દારૂબંધીમાં પણ બદલાવ આવી શકે. રાજ્યની રાજનીતિમાં મોટાભાગના નેતાઓ દારૂબંધી વિરુદ્ધ જ અભિપ્રાય આપતા રહ્યા છે. પરંતુ આજે ગુજરાત કોંગ્રેસનાં ઉચ્ચ નેતા ભરતસિંહ સોલંકીએ વિવાદિત નિવેદન અપાયું છે.

અમદાવાદ શહેરમાં યોજાનારી આર.જી પ્રીમિયર લીગના ઉદ્ધાટન સમયે ભરતસિંહે કહ્યું કે, ઠંડીમાં જમવાની વ્યવસ્થા તો અમે કરી છે પરંતુ અન્ય વ્યવસ્થા થઇ શકે તેમ નથી. ઠંડી બહું છે પણ ગુજરાતમાં હાલ મનાઇ છે માટે વ્યવસ્થા થઇ શકે નથી. સમય સાથે બદલાવ આવશે તો દારૂબંધીમાં પણ બદલાવ આવી શકે છે. આમ આડકતરી રીતે અમારી સરકાર આવે તો દારૂબંધી હટાવવાનો ઇશારો કર્યો હતો. જોકે તેઓએ કટાક્ષ પણ કર્યો હતો અને જણાવ્યું કે, હાલમાં ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ કેટલી બંધી છે તે તો સૌ કોઇ જાણે છે.

ગુજરાતમાં બિનકાયદેસર રીતે જોઈએ તેટલો દારૂ મળે છે.ઓ જો દારૂ કાયદેસર રીતે વેચાતો હોત તો સરકારને ટેક્ષની પણ આવક થાત. જો કે હાલ તો ભાજપના મળતીયાઓ જ દારૂ વેચીને આર્થિક લાભ મેળવી રહ્યા છે. આ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Other News : ઓમિક્રોન વેરિયન્ટના દર્દીઓને શ્વાસ લેવામાં કોઈ તકલીફ પડતી નથી : જાણો કેવા હોય છે લક્ષણો

Related posts

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં BAPS દ્વારા કોરોના સંદર્ભે ગાઈડલાઈન જાહેર કરાઈ

Charotar Sandesh

ગુજરાત હાઇકોર્ટ માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં, લોકોની અવરજવર પર પ્રતિબંધ…

Charotar Sandesh

આત્મનિર્ભર લોન : રાજ્યમાં સુરત નંબર વન, છ મહિનામાં રૂ.૪૪૪ કરોડનું ધિરાણ થયું…

Charotar Sandesh