Charotar Sandesh
વર્લ્ડ

CORONA : અમેરિકામાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું : દરરોજ અધધ કેસો સામે આવ્યા

અમેરિકામાં ફરી કોરોના

USA : કોરોનાની રસી સૌપ્રથમ વિકસાવવાનું બહુમાન ધરાવતાં રશિયામાં ૩૦ ટકા કરતાં ઓછા લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ મેળવ્યા છે. ૧૪૫ મિલિયનની વસ્તી ધરાવતાં દેશમાં ૭.૨ મિલિયન લોકોને કોરોનાનો ચેપ લાગેલો છે અને કોરોનાના કારણે ૧,૯૫,૮૩૫ જણાના મોત થયા છે.દુનિયામાં કોરોનાના નવા ૨,૪૬,૨૯૩ કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૨૨૭,૪૭૧,૬૭૭ થઇ હતી જ્યારે ૪,૫૭૮ જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક ૪૬,૭૭,૦૮૦ થયો હતો.

અમેરિકામાં ફરી કોરોના : નવા ૧,૬૪,૫૦૯ કેસો નોંધાયા હતા અને ૨૨૮૨ જણાના મોત થયા હતા

યુએસમાં ફરી કોરોનાના દૈનિક કેસોમાં વધારો નોંધાયો છે. ગઇકાલે યુએસએમાં કોરોનાના નવા ૧,૬૪,૫૦૯ કેસો નોંધાયા હતા અને ૨૨૮૨ જણાના મોત થયા હતા. આજે પણ સાડા સત્તર હજાર નવા કેસો અને ૨૧૯ જણાના મરણ નોંધાઇ ચૂક્યા છે. યુએસએમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૪૨,૪૯૭,૩૪૮ થઇ છે જ્યારે મરણાંક ૬,૮૫,૨૪૨ થયો છે. દરમ્યાન કોરોનાના નવા કેસો સતત વધી રહ્યા હોવાને પગલે બાઇડન વહીવટીતંત્ર ઇન્ટરનેશનલ મુલાકાતીઓ માટે કોન્ટેકટ ટ્રેસિંગ લાગુ પડે તેવી શક્યતા હોવાનું વ્હાઇટ હાઉસના સૂત્રોએ જણાવ્યું હતું.

વ્હાઇટ હાઉસના કોરોના વાઇરસ રિસ્પોન્સ કોઓર્ડિનેટર જેફ્રી ઝિઇન્ટે જણાવ્યું હતું કે કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો હોવાને કારણે ઇન્ટરનેશનલ પ્રવાસના નિયમન માટે વહીવટીતંત્ર નવી સિસ્ટમ લાગુ ન પાડે ત્યાં સુધી વર્તમાન વ્યવસ્થા ચાલુ રહેશે. નવી સિસ્ટમમાં સેન્ટર્સ ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન-સીડીસી-ની મહત્વની ભૂમિંકા હશે. અમે કોન્ટેક્ટ ટ્રેસિંગ અમલમાં મુકીશું જેથી સીડીસી યુએસમાં આવતા તમામ ઇન્ટરનેશનલ પ્રવાસીનો સંપર્ક કરી શકશે. અમે યુએસમાં પ્રવાસ કરનારા વિદેશી નાગરિકો માટે કોરોનાની રસી લેવાની જરૂરિયાતના ધારાધોરણ પણ નક્કી કરી રહ્યા છીએ.

હાલ યુએસમાં ચીન, ભારત, યુકે, યુરોપ, બ્રાઝિલ અને અન્ય દેશોમાં ૧૪ દિવસમાં પ્રવાસ કર્યો હોય તેવા મોટાભાગના બિનઅમેરિકન પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. એરલાઇન્સ અને અન્ય ટ્રાવેલ કંપનીઓ આ નિયંત્રણો હળવા કરવા માટે સરકાર પર દબાણ વધારી રહી છે.

Other News : Space X એ સામાન્ય નાગરિકોને ૩ દિવસ માટે મોકલ્યા અંતરિક્ષમાં

Related posts

ચીનમાં ભેદી વાયરસનો હાહાકાર : ત્રણ લોકોના મોત…

Charotar Sandesh

શ્રીલંકાએ બુરખા પર પ્રતિબંધ મૂકતા પાકિસ્તાન લાલઘૂમ…

Charotar Sandesh

કમલા હેરિસે સેનેટમાંથી રાજીનામું આપ્યું : અમેરિકાની પ્રથમ મહિલા વા.પ્રેસિડેન્ટ બનશે…

Charotar Sandesh