Charotar Sandesh
ગુજરાત

વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા

વલસાડ
ઉમરગામમાં મેઘાની તોફાની બેટિંગ : બે કલાકમાં ૯ ઇંચ વરસાદ ખાબક્યો
દમણમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૯.૪૮ ઇંચ વરસાદ વરસ્યો, વલસાડ શાકભાજી માર્કેટમાં ચારેબાજુ પાણી-પાણી

વલસાડ : વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યાના બે કલાકમાં વલસાડના ઉમરગામમાં ૮.૪૬ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દમણમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯.૪૮ ઇંચ વરસાદ વરસ્યો છે.

જિલ્લાના ઉમરગામમાં બે કલાકમાં ઉમરગામ – વાપીમાં ૯-૯ ઈંચ, વલસાડમાં ૬ ઈંચ વરસાદ પડ્યો છે. જલાલપોરમાં ૫ ઈંચ, નવસારીમાં ૪.૫ ઈંચ વરસાદ પડ્યો છે. ગણદેવીમાં ૪ ઈંચ, ચીખલીમાં ૩.૫ ઈંચ વરસાદ પડ્યો છે. સવારથી જ વલસાડ નવસારી પર મેઘો મહેરબાન થયો છે. વલસાડના વાપીમાં ૯ ઈંચ વરસાદ પડ્યો છે. ઉમરગામમા પણ નવ ઈંચ વરસાદ પડ્યો છે.

ભારે વરસાદના પગલે વલસાડ શહેરની શાકભાજી માર્કેટમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. શહેરના છીપવાડના દાણા બજાર અને નાની ખાત્રીવાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. છીપવાડ રેલવે ગરનાળુ અને મોગરવાડી ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. શાકભાજી માર્કેટમાં વરસાદી પાણી ભરાવો થવાથી શાકભાજી વેંચતા વેપારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઉમરગામ વિસ્તારમાં ૮ ઈંચ વરસાદ ખાબકતા ઉમરગામની પરિસ્થિતિ ગંભીર બની રહી છે.

જિલ્લામાં સવારથી ભારે પવન સાથે વરસાદ પડતાં ધરમપુર રોડ ઉપર આંબલીનું મહાકાય વૃક્ષ ધરાશાય થતા વલસાડ ધરમપુરનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો. જેને લઈને એક કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પ્રસાસન દ્વારા ઝાડ હટાવવાની કાનગીરી હાથ ધરવામાં આવી રહી છે. રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ઝાડને દૂર કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Other News : મુંબઇના ચેમ્બૂર-વિક્રોલીમાં ભૂસ્ખલન : દિવાલ પડતા ૨૩ લોકોના મોત

Related posts

કર્મચારીઓને ૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે આપવા નિર્ણય…

Charotar Sandesh

પરેશ ધાનાણીના ગઢમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની માત્ર બે મતથી જીત…

Charotar Sandesh

માનવતા : અમદાવાદ સિવિલમાં કોરોના દર્દીના ખોવાયેલા ૪.૨૦ લાખ સ્ટાફે પાછા આપ્યા…

Charotar Sandesh