તપોભૂમિના સર્વાંગી વિકાસ માટે સ્થાનિક મહંતો દ્વારા સરકારમાં રજૂઆત કરવા છતાં સરકાર વિકાસ મુદ્દે આખ આડા કાન કરતા હોવાનો આક્ષેપ !
નમૅદા : જે ભૂમિ પર ત્રિદેવ બાળસ્વરુપ ધારણ કરે તે સતી અનસૂયા તપોભૂમિ વિકાસ થી વંચિત:સાસદ, ધારાસભ્ય ની નિષ્ક્રિયતા, પુરાણ અને શાસ્ત્રો અનુસાર ગંગા સ્નાને,યમુના પાને તથા નમૅદા દર્શને થી માનવજીવન ના પાપ ધોવાઈ જતાં હોય છે. તેમાં પણ નમૅદા ની પરિક્રમા નું વિશેષ મહત્ત્વ છે.ત્યારે સ્વયંભૂ શિનોર તાલુકાના અંબાલી માગૅ નજીક થી પસાર થતી ઉત્તર વાહિની નમૅદા તટ પર સતી અનસૂયા પ્રગટ થયા હતા.
સતી અનસૂયાની તપોભૂમિની માટીથી કોટ, કરોળિયા જેવા રોગ દૂર થતા હોવાની આસ્થા : સતી અનસૂયા સ્વયંભૂ પ્રગટ થયા હતા
કહેવાય છે કે સતી અનસૂયા ની તપોભૂમિ ની માટીથી કોઢ,કરોળિયા જેવા રોગ દૂર થતા ભક્તો નું આસ્થા નુ બનેલ આ તપોભૂમિ ના સર્વાંગી વિકાસ માટે સ્થાનિક મહંતો દ્વારા સરકાર માં રજૂઆત કરવા છતાં સરકાર વિકાસ મુદ્દે આખ આડા કાન કરી રહ્યા ની લાગણી વ્યક્ત કરી આ તપોભૂમિ નો સર્વાંગી વિકાસ ની માગ ઉઠવા પામી છે. પરંતુ કરજણ ના ધારાસભ્ય તથા ભરુચ ના સાસદ પણ નિષ્ક્રિયતા દાખવી રહ્યા નું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર શિનોર તાલુકાના અંબાલી ગામ માગૅ પર ઉત્તર વાહિની તટ પર જેના દશૅન માત્રથી માનવ જીવન ના પાપ નષ્ટ થતા હોય તેવી પાવન ભૂમિ પર સતી અનસૂયા સ્વયંભૂ પ્રગટ થયા હતા. કહેવાય છે કે સતી અનસૂયા સાથે દત્તાત્રેય પણ અત્રે આવી બિરાજમાન થયા હતા. આવી પાવન તપોભૂમિ બનેલ સતી અનસૂયા ધામના સર્વાંગી વિકાસ માટે સ્થાનિક સ્તરે થી બ્રાહ્મણ સહિત અન્ય દ્વારા માગ કરવામાં આવી છે. જે અંતર્ગત તાલુકા મામલતદાર ને લેખિત રજૂઆત કરી સરકાર ના પ્રવાસ પયૅટન વિભાગ દ્વારા વિકાસ કરવામાં આવે.
સ્થાનિક કર્મકાંડ કરતા બ્રાહ્મણોએ જણાવ્યું હતું કે માતા અનસૂયા ની આ તપોભૂમિ ની માટી કોઢ,કરોળિયા, ડાધ સહિત અનેક ચામડીના રોગ દૂર કરે છે. જેની સારવાર ગાયકવાડ શાસન દરમ્યાન મલ્હારરાવ ગાયકવાડ ના રોગોપચાર કરવામાં આવ્યો હતો. જેના કારણે તપોભૂમિ પર રકતપિત નિવારણ આરોગ્ય કેન્દ્ર સરકાર દ્વારા ઉભું કરવામાં આવ્યું હતું. પરંતુ ૧૯૬૮ ના નમૅદા ના પ્રચંડ પૂરમાં આરોગ્ય કેન્દ્ર ઉપરાંત વિસ્તારમાં મોટાપાયે નુકસાન થતાં બાદમાં સરકારે રકતપિત આરોગ્ય કેન્દ્ર અત્રેથી બંધ કરી અન્યત્ર ખસેડવામાં આવ્યું હતું.આ ઉપરાંત ઉત્તર વાહિની નમૅદા તટના પગલે નમૅદા પરિક્રમા કરનારા માટે આ તપોભૂમિ સ્થળે આવતા હોય છે પરંતુ સુવિધા ના અભાવ ના કારણે પરિક્રમાવાસીઓ ને હાડમારી નો સામનો કરવો પડતો હોય છે.આ તપોભૂમિ વિકાસ મુદ્દે કરજણ ના ધારાસભ્ય તથા ભરુચ ના સાસદ નિષ્ક્રિય હોવાનું જાણવા મળેલ છે. ત્યારે એકતરફ સરકાર વિકાસ ની વાતો કરે પ્રવાસ પયૅટન ને વેગ આપે પરંતુ સ્વયંભૂ પ્રગટ સ્થાન ની મહત્તતા છતાં વિકાસ પર શૂન્યતા ના કારણે સરકાર અને નેતાઓ ની વિકાસ નિતી પર સંદેહ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સતી અનસૂયા તપોભૂમિ ને વિવિધ શહેર સાથે એસ.ટી.સુવિધા થી સાકળવામા આવે
જે તપોભૂમિ પર સતી અનસૂયા સ્વયંભૂ પ્રગટ થાય અને તેમના તપોબળથી તપોભૂમિની માટીથી ચામડીના અસાધ્ય રોગ નેસ્તનાબૂદ થાય અને ઉત્તરવાહિની નમૅદા તટના કારણે યાત્રાધામ બનેલ સતી અનસૂયા તથા દત્તાત્રેય ના દર્શનાર્થે આવતા ભાવિકો માટે એસ.ટી.નીગમ દ્વારા રાજપીપળા, ભરૂચ, વડોદરા સહિત અન્ય વિસ્તારોમાં થી શિનોર તાલુકાના અંબાલી ગામ માગૅ પરના સતી અનસૂયા તપોભૂમિ સ્થળ ને જોડવામાં આવે તેવી માગ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ.
અત્રે ઉલ્લેખનીય છેકે સતી અનસૂયા તપોભૂમિ ની માટીથી ચામડીના અસાધ્ય રોગ દૂર કરવાની ક્ષમતા ધરાવતી હોય સરકાર દ્વારા આરોગ્યક્ષેત્ર ઉભું કરવું જોઈએ જેવી માગ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. સ્થાનિક ના જણાવ્યા પ્રમાણે નેતાઓ સાથે સાઠગાઠ ઉભું કરી નમૅદાતટ માથી ગેરકાયદે રેતી ખનન કરતા માફિયાઓ ના ગેરકાયદે વિકાસ ના સાથી બને પરંતુ તપોભૂમિ ના વિકાસ પર નેતાઓ ની ચૂપકીદી ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.