Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે આણંદના બીએપીએસ મંદિરની મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્‍યા

બીએપીએસ મંદિર
નાયબ મુખ્‍ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે મંદિરની મુલાકાત લઇ દર્શનનો લાભ લઇ હીંડોળા ઝુલાવ્‍યા

આણંદ : આણંદ ખાતે ગુજરાત સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે આજે ચોથા દિવસે આણંદ ખાતે યોજાયેલ નારી ગૌરવ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપ્‍યા બાદ  નાયબ મુખ્‍ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ આણંદ ખાતેના બીએપીએસ મંદિરની મુલાકાતે પહોંચી ગયા હતા જયાં તેમને દર્શનનો લાભ લઇ હીંડોળા ઝુલાવ્‍યા હતા.

મંદિરની મુલાકાત અને દર્શનનો લાભ લઇ નાયબ મુખ્‍ય મંત્રીશ્રીએ બીએપીએસના કોઠારી સ્‍વામી
શ્રી ભગવતચરણ સ્‍વામીના આશીર્વાદ મેળવ્‍યા હતા.

નાયબ મુખ્‍ય મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન જિલ્‍લા ભા.જ.પ. પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ, અગ્રણી શ્રી યોગેશભાઇ પટેલ, વનીશભાઇ પટેલ, જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી, જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિ વિગેરે સાથે રહ્યા હતા.

Related News : આણંદ : શહેરી-ગ્રામિણ ૧૯ સખી મંડળોને નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલના હસ્‍તે ચેક એનાયત કરાયા

Related posts

આણંદમાં ઉમા ભવન ખાતે ૧૨૫ પ્રાથમિક શિક્ષકોએ રકતદાન કર્યું…

Charotar Sandesh

આણંદ શહેરમાં અનલોક ૨.૦ : આજે વધુ ૮ વ્યક્તિઓ અદ્રશ્ય કોરોનાની ઝપેટમાં આવ્યા…

Charotar Sandesh

આણંદ શહેર સહિત હવે કરમસદ અને વિદ્યાનગરમાં પણ કરફ્યુ રહેશે : સખ્તાઈથી અમલ કરાવાશે…

Charotar Sandesh