નવી દિલ્હી : ૨૩ ઓગસ્ટના રોજ નાણા મંત્રાલયે ઇન્ફોસિસના સીઇઓ સલિલ પારેખને સમન્સ પાઠવીને નાણા પ્રધાન નિર્મલા સિતારમનને મળવા માટે બોલાવ્યા હતાં. નાણા પ્રધાન સાથેની બેઠક પછી ઇન્ફોસિસને વેબસાઇટની તમામ ખામીઓ દૂર કરવા માટે ૧૫ સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
સરકારે ઇન્ફોસિસને આપેલ ૧૫ સપ્ટેમ્બરની ડેડલાઇન પૂર્ણ થઇ ગઇ હોવા છતાં કરદાતાઓને આવકવેરા વિભાગની નવી વેબસાઇટમાં પડી રહેલી મુશ્કેલીઓ સંપૂર્ણપણે દૂર થઇ નથી.
આ વેબસાઇટનો વારેવાર ઉપયોગ કરનારા ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વેબસાઇટમાં હજુ પણ કેટલાક કામોમાં મુશ્કેલીઓનો સાંમનો કરવો પડી રહ્યો છે
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નવી વેબસાઇટ લોન્ચ થયાના ત્રણ મહિના થઇ ગયા હોવા છતાં હજુ પણ ફાઇલ થયેલા રિટર્ન માટે રેક્ટિફિકેશન સબમીટ થતા નથી. રિફંડ સ્ટેટસ ચેક થઇ શક્તું નથી. આ ઉપરાંત રિફંડ રિઇશ્યુ રિક્વેસ્ટ ફાઇલ થઇ શક્તી નથી. આ ઉપરાંત આકારણી વર્ષ ૨૦૧૩-૧૪ પહેલાના ફાઇલ થયેલા આઇટીઆર જોઇ શકાતા નથી. ઉલ્લેખનીય છે કે નવી વેબસાઇટ સાત જૂને લોન્ચ કરવામાં આવી હતી. લોન્ચ થયાના પ્રથમ દિવસથી જ કરદાતાઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ૨૦૧૯માં ઇન્ફોસિસને આવકવેરા વિભાગની નવી વેબસાઇટ લોન્ચ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું.
Other News : RBI Alert : કેવાયસીના નામે ફોન સામે સાવચેત રહો : આરબીઆઇએ આપી સલાહ