આણંદ : જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ અલારસા ગામમાં અભેટાપુરા વિસ્તારમાં તળાવમાં માટીના ખોદકામની કામગીરી દરમ્યાન શિવલિંગ આકારની પ્રતિકૃતિ જોવા મળેલ, જેના દર્શન માટે પ્રતિદિન શ્રદ્ધાળુઓનો ઘસારો વધતા સોમવારના રોજ ગ્રામજનોએ મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં મોટીસંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા.
શ્રધ્ધાળુઓ દ્વારા વહેલાસર દાન ફાળો એકત્ર કરવાનું શરૂ કરવામાં આવશે
આ મહાઆરતીમાં મોટી સંખ્યામાં આવેલ શ્રદ્ધાળુઓએ એક સંકલ્પ કર્યો હતો કે આગામી દિવસોમાં જ એક ભવ્ય શિવ મંદિરનું નિર્માણ કરાશે. દરમ્યાન શિવલિંગ પ્રતિકૃતિ સ્થાન પાસે હર હર મહાદેવના નાદ સાથે ધ્વજારોહણ કરાયું હતું, હવે શ્રધ્ધાળુઓ દ્વારા વહેલાસર દાન ફાળો એકત્ર કરવાનું શરૂ કરવામાં આવશે તેમ જણાવવામાં આવેલ હતું.
Other News : MGVCLની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ સામાન્ય વરસાદમાં જ ખુલી : વીજળી ગૂલ થયાની ફરિયાદો થઈ