Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ગણેશ ચતૂર્થીમાં મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોનો ધસારો

મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિર

અમદાવાદ : મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરમાં મુંબઈ ના સિદ્ધિ વિનાયક મંદિરમાંથી જ્યોત લાવવામાં આવી છે જેથી આ મંદિરનું નામ પણ એજ રાખવામાં આવ્યું છે. આ વિશાળ મંદિર તેની અદભૂત સ્થાપત્ય માટે ખૂબ પ્રખ્યાત છે. આ મંદિર ૬૦૦,૦૦૦ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ભગવાન ગણેશની મૂર્તિની વિશાળ પ્રતિકૃતિ તરીકે બનાવવામાં આવી છે.

મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે ગણેશજીનું શ્રી સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે, મંદિરની ઉંચાઈ ૭૩ ફૂટ ઉંચું છે

મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. દેશનું આ સૌથી મોટું ગણેશ મંદિર શહેરથી લગભગ ૨૫ કિલોમીટર દૂર આવેલું છે. મંદિર ખુલ્લુ મુકાયા બાદ વર્ષે લાખો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. દર મંગળવારે અહીં મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ રહે છે.

વાત્રક નદીના કાંઠે મહેમદાવાદ ખાતે ૯મી માર્ચ, ૨૦૧૧માં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ આશરે રૂ. ૧૪ કરોડના ખર્ચે કરવામાં આવ્યું હોવાનું મનાય છે. ગણેશ ભગવાનના મંદિરમાં ક્યાંય સિમેન્ટ કે લોખંડ નથી વપરાયું પરંતુ જમીનની ૨૦ ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એક જ શિલા પર તે ઉભુ કરાયું છે. આ મંદિરમાં વિશ્વના અન્ય ૧૦ જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. પાંચ માળના આ મંદિરમાં બીજા માળે ભક્તો માટે ભજન કિર્તન કરવાની સુવિધા તૈયાર કરવામાં આવી છે. અહીં સત્સંગ માટે ખાસ સત્સંગ હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

આ મંદિરના મુખ્ય આકર્ષણમાં ભગવાન ગણેશના દર્શનની સાથે સાથે અન્ય પણ આકર્ષણો છે. અહીં હર્બલપાર્ક, નાના અન્ય મંદિરો, યાત્રાળુઓ માટે નિવાસ સ્થળ તથા ભોજનાલય અને કાફેટેરિયાની સુવિધા છે. આ મંદિરમાં ગણેશજીની અખંડ જ્યોત પણ છે. સમગ્ર ભારતમાં આ એકમાત્ર મંદિર છે, જેના છેક ઉપરના માળે ગણેશજી બિરાજમાન છે, જ્યાં જવા ભક્તો માટે લિફ્ટની પણ સુવિધા છે.

Other News : ભવિષ્યની પેઢી શિક્ષિત બને તે જરૂરી છે. હવેનો યુગ શિક્ષણનો યુગ છે : વિજય રૂપાણી

Related posts

આણંદમાં બિલ્ડીંગના પાંચમા માળેથી યુવક પટકાયો, ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડાયો

Charotar Sandesh

ઉમરેઠ પોલીસે ચેકપોસ્ટ પાસે વિદેશી દારૂ ઝડપ્યો : કુલ 1.92 લાખનો મુદ્દામાલ જપ્ત…

Charotar Sandesh

આણંદ જિલ્લાની તમામ અદાલતોમાં તા.૧૦ જુલાઇએ રાષ્ટ્રિય લોક અદાલત યોજાશે

Charotar Sandesh