મહેસાણા : PM નરેન્દ્ર મોદીના માતા હીરાબા (hiraba) નો ૧૮ જૂને ૧૦૦માં જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. બીજી તરફ PM મોદી પણ બે દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યા છે. ત્યારે હીરાબા (hiraba) ના ૧૦૦માં જન્મદિવસે વડનગરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
આયોજનની વાત કરીએ તો, વડનગરમાં નવચંડી યજ્ઞનું આયોજન કરાયું છે, તેમજ તેમના પરિવાર દ્વારા જ્ઞાતિ ભોજન પણ કરાશે.
આ સાથે વડનગરની તમામ શાળાના બાળકોને મગના શીરાનું ભોજન પણ અપાશે
વડાપ્રધાન મોદીના ભાઈ પ્રહ્લાદ મોદી જણાવેલ કે, હીરાબા (hiraba) ની ઉંમરના ૧૦૦ વર્ષ પૂરા ૧૮ જૂને થઈ રહ્યાં છે, ત્યારે અમે વડનગરના હાટકેશ્વર મંદિરમાં નવચંડી યજ્ઞ સાથે સુંદર કાંડના પાઠ યોજવાના છે, આ પ્રસંગે મંદિરમાં એક સંગીત સંધ્યા પણ યોજાશે, તેમજ આ દિવસે બપોરે અમદાવાદમાં આવેલ જગન્નાથ મંદિરમાં બપોરના ભોજનનું પણ આયોજન કરાયું છે.
Other News : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત : બે દિવસીય મુલાકાતે