Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

Earthquake : મોડી રાત્રે કચ્છની ધરા ધ્રૂજી, ભૂકંપની તિવ્રતા ૨.૯, કેન્દ્રબિંદુ ભુજથી ૨૨ કિમી દૂર

ભૂજ : ભૂકંપ ઝોન ૫માં આવતો કચ્છ વિસ્તાર ધરતીકંપના અનેક નાના મોટા આંચકાઓથી સમયાંતરે કંપી રહ્યો છે. જેમાં ૨૦૦૧ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા આફ્ટરશોકનો આંકડો હજારોની સંખ્યાને પાર પહોંચી જવા પામ્યો છે. ત્યારે આજે વધુ એક ધરતીકંપના આંચકાથી કચ્છની ધરા ધ્રૂજી ઉઠી હતી.
ગુજરાતના કચ્છ વિસ્તારમાં અવાર નવાર ભૂકંપના નાના મોટા આંચકા અનુભવાતા હોય છે. ત્યારે શનિવારે મધરાત્રે ૧ વાગ્યાને ૪૨ મિનિટે કચ્છની ધરા ધ્રૂજતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપની તિવ્રતા ૨.૯ નોંધાવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભુજથી ૨૨ કિમી દૂર કેરા-બળદિયા પાસે નોંધાયું હતું. એક તરફ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી વચ્ચે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદી માહોલમાં ભૂકંપમાં ધરા ધ્રૂજી રહી છે.

Related posts

ધો.૧૦-૧૨ના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા…

Charotar Sandesh

રાજ્યમાં આગામી દિવસોમાં પવન ફુંકાવાને કારણે ઠંડીનો ચમકારો વધશે : હવામાન વિભાગ

Charotar Sandesh

ગુજરાત યુનિ. ઓફલાઈનની સાથે ઓનલાઈન પરીક્ષા લેશે, જીટીયું અવઢવમાં…

Charotar Sandesh