Charotar Sandesh
વર્લ્ડ

અફધાનિસ્તાનમાં તાલિબાન આતંક બાદ આર્થિક તંગી : લોકો ભૂખ્યા-તરસ્યા રહેવા મજબૂર

અફઘાનિસ્તાન (afghanistan)માં તાલિબાનો

કાબુલ : અફઘાનિસ્તાન (afghanistan) માં તાલિબાનોએ કબજો કર્યા પછી અહીં અફરાતફરીનો માહોલ છે. અફઘાનિસ્તાનના લોકોને આશા છે કે કોઈ દેશ તેમને આશરો આપશે અને તેથી તેઓ તાલિબાનના ડરથી કાબુલ એરપોર્ટ તરફ ભાગી રહ્યા છે. અમેરિકા સહિત ઘણા દેશો પણ તેમના નાગરિકોને ત્યાંથી સુરક્ષિત કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ એવા હજારો અફઘાનો છે, જેઓ ત્યાંથી નીકળવાની આશા રાખી રહ્યા છે. આ કારણથી જ કાબુલ એરપોર્ટ પર રોજ હજારો લોકોની ભીડ જોવા મળી રહી છે, પરંતુ હવે અહીં પણ તેમની હાલત દયનીય બની રહી છે. કાબુલ એરપોર્ટ પર અત્યારે ચારેબાજુ નિરાશા અને હતાશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અહીં પાણી અને જમવામાં માટે હજારોની કિંમત વસૂલાય છે. પરિણામે, અફઘાનોને ભૂખ્યા મરવાનો વારો આવ્યો છે.

અફધાનનિસ્તાન (afghanistan) માં ૩,૦૦૦માં પાણીની એક બોટલ તેમજ એક પ્લેટ ભાતની કિંમત ૭૫૦૦ હજાર બજારમાં લૂંટ

અફઘાનિસ્તાનમાં લોકો અહીં ભૂખ્યા-તરસ્યા ગરમીમાં તેમનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવે લોકોની આશા તૂટતી જાય છે અને શરીરે જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. પરિણામે, હાલ કાબુલ એરપોર્ટ પર કોણ, ક્યારે જમીન પર પડી જાય એ વિશે કશું કહી શકાય એમ નથી. અફઘાનિસ્તાન (afghanistan) માંથી બહાર નીકળવા માટે રાહ જોતા હજારો લોકો કાબુલ એરપોર્ટ પર ભેગા થયા છે. જેને જ્યાં જગ્યા મળી ત્યાં બેસીને તે પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે. અહીં પરિણામ એ આવ્યું કે ખાવા-પીવાની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે.

સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા પ્રમાણે, એક અફઘાન નાગરિકે કહ્યું હતું કે અહીં પાણી અને જમવાની કિંમત હજારોમાં વસૂલાય છે. આમ, અફઘાનો બંને બાજુથી પરેશાન થઈ રહ્યા છે.એક બાજુ તાલિબાનો પીડા આપી રહ્યા છે અને બીજી બાજુ મોંઘવારીનો માર.

Other News : બ્રેકિંગ : રાજધાની કાબુલ એરપોર્ટમાં બ્લાસ્ટ : મોટી સંખ્યામાં લોકો થયા ઘાયલ

Related posts

ચીનની દાદાગીરી રોકવા અમેરિકા એશિયામાં સેના તહેનાત કરશે…

Charotar Sandesh

અમેરિકાએ ચીની બનાટવના ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો…

Charotar Sandesh

વિશ્વ આરોગ્ય સંસ્થા ૩૦ દિવસમાં નિર્ણય કરે નહીં તો હંમેશા માટે ફન્ડિંગ બંધ : ટ્રમ્પ

Charotar Sandesh