Charotar Sandesh
ગુજરાત

Election : આજે કતલની રાત : મતદારોને રીઝવવા લગાવાશે એડીચોટીનું જોર, કાર્યકરોને સોંપાશે ખાસ હોમવર્ક

મતદારોને રીઝવવા

લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે મતદારોને રિઝવવા માટે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે કતલની રાત હોવાથી મતદારોને પોતાના તરફે મતદાન (Election 2024) કરવા માટે ઉમેદવારો બંધ બારણે બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે. એટલું જ નહીં પરંતુ Door to door પ્રચાર પણ શરૂ કરી મતદારોને છેલ્લી ઘડીએ રિઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

લોકસભાની ચૂંટણી (Election 2024)ના પ્રચારના પડઘમ શાંત થઈ ચૂક્યા છે અને આવતીકાલે લોકસભાની ચૂંટણી(Election 2024)નું મતદાન થવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો (Election 2024) છેલ્લી ઘડીએ એડીચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર મતદાતાઓ ઘરે જઈને ખાનગી પ્રચાર કરી રહ્યા છે

આજે કતલની રાત બની રહેશે. કારણ કે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો (Election 2024) મતદારોને મનાવવા એડીચોટીનું જોર લગાવશે અને પોતાની તરફ મનાવવા મથામણ કરશે. એટલું જ નહીં, આજે રાત્રે બંધ બારણે બેઠકો જામશે. જેમાં મતદારોને (Election 2024) બૂથ સુધી કેવી રીતે ખેંચી લાવવા તેના પર વિચાર વિમર્શ કરવામાં આવશે. કાર્યકરોને તેના માટે ખાસ હોમવર્ક આપવામાં આવશે.

Related posts

ઓનલાઈન રૂમ બુક કરાવતા રહો સાવધાન..!! એકાઉન્ટમાંથી રૂ. ૨૧,૫૭૯ ઉપડી ગયા…

Charotar Sandesh

કોંગ્રેસનો ગઢ ગણાતા આણંદ જિલ્લામાં બંધના એલાનનો ભણકારો ન વાગ્યો, દુકાનો ખુલ્લી રહી

Charotar Sandesh

સરકારે RTI માં વિદ્યાર્થી દીઠ અપાતી ગ્રાન્ટમાં ૨૫% કાપીને શાળાઓને આપી…

Charotar Sandesh