આણંદ જિલ્લામાં વિજીલન્સની ટીમે બોરસદ, આણંદ, ખંભાત સહિત તારાપુરમાં વીજ દરોડા પાડ્યા
આણંદ : ઉનાળાની સીઝનમાં ગરમી વધુ પડતાં લોકો એસી, પંખો, કુલર સહિતના સાધનોનો વધુ ઉપયોગ કરતાં હોય છે, ત્યારે વીજ ધારકો લાઈટબીલ વધુ ન આવે એ માટે ગોલમાલ કરી વીજચોરી કરતાં હોય છે, જેને લઈ આણંદ જિલ્લામાં વિજીલન્સની પ ટીમોએ સપાટો બોલાવ્યો છે, જેમાં કુલ ૬૧ વીજ કનેક્શનોની તપાસ હાથ ધરી હતી, જેમાં કુલ ૬૯૦૬ યુનિટની વીજ ચોરી ઝડપાઈ હતી.
વિજીલન્સ ટીમોએ કોમર્શીયલ એરીયા, ખેતી વિષયક સહિતના કુલ ૬૧ વીજ મીટરોની તપાસ હાથ ધરાઈ હતી, જેમાં ૨૫ વીજધારકોએ ૬૯૦૬ યુનિટની વીજળી ચોરી કરાઈ હોવાનું માલુમ પડેલ હતું. જેને લઈ તંત્રએ વીજ અધિનિયમ હેઠળ ૨૫ વીજ ચોરોને ૨,૨૪,૧૮૦ ની પેનલ્ટી ફટકારી હતી.
વીજચોરો પાસેથી ૨.૨૪ લાખ ઉપરાંતનો દંડ વસુલાયો
વધુમાં હાલમાં આણંદમાં રાત્રિ દરમ્યાન ક્રિકેટ રમતાં આયોજકો ડાયરેક્ટ લાઇનમાંથી વીજ ચોરી કરી સહિત અન્ય વીજધારકો પણ વીજ મીટરોમાં ચેડાં ગોલમાલ કરીને વીજ ચોરી કરાતી હોવાની ફરિયાદો ઉઠતાં વિજીલન્સ ટીમો ધ્વારા ચેકીંગ હાથ ધરાતાં વીજચોરોેમાં ફફડાટ વ્યાપ્યો છે.
Other News : આણંદ જિલ્લામાં મોગરી ગામના મહિલા તલાટીને ૩૦૦ રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા