Charotar Sandesh
વર્લ્ડ

બ્રિટનમાં પ્રચંડ ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ : રાષ્ટ્રીય ઇમરજન્સી લાગૂ

ગરમ (hot weather)

UK : હવામાન ડિપાર્ટમેન્ટના મુખ્ય કાર્યકારી Professor પેની એન્ડર્સબીએ જણાવેલ કે, – આપણે બ્રિટનના ઈતિહાસમાં સૌથી ગરમ દિવસ જોઈ શકીએ છીએ. વધુમાં, મંગળવારે ૪૦C અને તેનાથી વધુની સંભાવના રહેલ છે, જે ૪૧ કાર્ડ સુધી જઈ શકે છે. કેટલાક મોડલોમાં ૪૩ છે, પરંતુ અમે આશા કરી રહ્યાં છીએ કે એટલી ગરમી (hot weather) રહેશે નહીં. તેમણે લોકોને સંતર્ક કરી આને ગંભીરતાથી લેવાનો આગ્રહ કરેલ હતો.

આ બાબતે Professor એન્ડર્સબીએ વધુમાં કહેલ કે, – આ તાપમાન અભૂતપૂર્વ છે અને અમે તેનો સામનો કરવા આપને તૈયાર નથી. ગરમી હજારો લોકોના મોતનું કારણ બનતું હોય છે, તેથી લોકોને સાવચેતીના પગલા સારૂ છાયામાં રહેવા, ઠંડા-હાઇડ્રેટેડ રહેવાની સલાહનું પાલન કરવામાં આવી રહ્યું છે અને તે જરૂરી પણ છે. બ્રિટનમાં અત્યાર સુધીનું આ સૌથી વધુ તાપમાન 38.7 C (101.7 F) ૨૦૧૯ માં રેકોર્ડ કરાયું હતું. લોકોને ટ્રેન તથા કારથી યાત્રા કરવામાં એલર્ટ અપાઈ રહેલ છે.

યુકેમાં સ્થાનિકોને પોતાના ઘરમાં અંદર રહેવાની અને બિન જરૂરી યાત્રાથી બચવાની સલાહ આપવામાં આવી રહી છે

ભારતમાં સોમવારનો દિવસ પણ સૌથી વધુ ગરમ (hot weather) રહેલ હતો, તાપમાન રેકોર્ડ શરૂ થયા બાદ અહીં પ્રથમવાર પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસના નિશાન તરફ વધેલ છે, યુકે સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સી તરફથી એક રાષ્ટ્રીય ઇમરજન્સી લાગૂ છે અને હવામાન વિભાગે હોટ સમરને લઈને પહેલા પોતાનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Other News : બ્રિટિશના વડાપ્રધાનની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનકે દાવેદારી મજબૂત કરી : ચોથા રાઉન્ડમાં પણ જીત મેળવી

Related posts

ભાગેડુ નીરવ મોદીના ભાઈ પર ન્યૂયોર્કમાં ૧૯ કરોડની છેતરપિંડીનો કેસ…

Charotar Sandesh

નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધુ સાત કેસ અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં નોંધાયા

Charotar Sandesh

કાશ્મીર પાકિસ્તાનની ‘ધોરી નસ’ છે : ઈમરાન ખાન

Charotar Sandesh