Charotar Sandesh
સ્પોર્ટ્સ

ઈંગ્લેન્ડમાં ચાલુ મેચમાં ફેન બેટિંગ કરવા પહોંચી ગયો

ઈંગ્લેન્ડમાં ફેન બેટિંગ

રોહિતે ચેતેશ્વર પૂજારા સાથે બીજી વિકેટ માટે ૮૨ રનની ભાગીદારી કરી હતી. પૂજારાએ પણ આ ઇનિંગમાં સારી બેટિંગ કરી હતી. તેણે શ્રેણીની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તેણે કેપ્ટન વિરાટ કોહલી સાથે ત્રીજી વિકેટ માટે ૯૯ રનની ભાગીદારી પણ કરી હતી.

અગાઉ લીડ્‌સ ટેસ્ટ મેચમાં જારવોએ ભારતીય ટીમની ટીશર્ટ પહેરીને મેદાનમાં અંદર પ્રવેશ કર્યો હતો. તે મેદાનમાં જ કહેવા લાગ્યો કે તે ટીમ ઇન્ડિયા માટે રમે છે. જારવોએ ટિ્‌વટર પર પોતાની ઓળખ જાહેર કરી. એક ટિ્‌વટર યુઝર ડેનિયલ જાર્વિસે કેટલીક તસવીરો શેર કરી છે. અને દાવો કર્યો કે પીચ પર ગયેલા વ્યક્તિનું નામ જારવો છે. જેમાં લખ્યું હતું કે, ’ભારત માટે રમનાર પ્રથમ શ્વેત પુરુષ હોવાનો મને ગર્વ છે!’ આ ત્રીજા દિવસની રમત દરમિયાન લંચ બાદ આ ઘટના બની હતી.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે લીડ્‌સ ટેસ્ટમાં મેદાનની અંદર બેટિંગ કરવા આવેલા જારવોની તસવીર પણ શેર કરી છે

તેના ટિ્‌વટર પેજ ૧૦૦ એમબી પર જારવોને પકડીને ગાર્ડને મેદાનની બહાર લઈ જતા સિક્યુરિટી ગાર્ડ્‌સ સાથેની તસવીર છે. આ તસવીર સાથે લખ્યું હતું કે શું આપણે આ પછી બોલર જારવોને જોવાના છીએ. રોહિત શર્માના આઉટ થયા બાદ જારવો મેદાનમાં ઘૂસી ગયો હતો. તે પેડ, હેલ્મેટ અને ગ્લવ્સ પહેરીને મેદાનની અંદર આવ્યો. સિક્યોરિટી ગાર્ડ્‌સ તેને પકડીને મેદાનની બહાર લઈ ગયા હતા. આ ઘટના ભારતની ઇનિંગની ૪૮મી ઓવરમાં બની હતી.

Other News : નીરજને ઓલિમ્પિક ફાઈનલ પહેલાં પોતાનો ભાલો નહોતો મળ્યો

Related posts

કેઇરોન પોલાર્ડે સૌથી વધારે ટી૨૦ ટાઇટલ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો…

Charotar Sandesh

પાકિસ્તાન ક્રિકેટમાં રમવા માટે સૌથી સુરક્ષિત દેશમાંથી એક : ક્રિસ ગેલ

Charotar Sandesh

બીસીસીઆઇ આઈપીએલ ૨૦૨૨માં વધુ બે ટીમને કરશે સામેલ, જુલાઈમાં થશે હરાજી

Charotar Sandesh