સુરત : શહેરમાં ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસનો ચુકાદો આવ્યો અને તેને દોષિ જાહેર કરાયો છે, ત્યારે શુક્રવારના રોજ દિવસ દરમ્યાન સજા અંગે દલીલો બંને પક્ષો દ્વારા દલીલો કરાઈ હતી, જેને લઈ હવે કોર્ટ દ્વારા આગામી ૨૬ એપ્રિલે સજાની તારીખ સંભવતઃ જાહેર કરાઈ છે.
શુક્રવારે બચાવ પક્ષે દલીલ કરતાં જણાવેલ કે, વેબસિરીઝ જોતો એટલે લટકાવી દશો ?
આ બાબતે કોર્ટે આરોપી ફેનિલને દોષિત જાહેર કર્યા બાદ પૂછેલ કે, તમને મૃત્યુદંડ કેમ ન આપવો ? તમે નિસહાય હથિયાર વગરની યુવતીનો મર્દાનગી બતાવી મનુષ્યવધ કર્યો છે. તેમજ કોર્ટે કહ્યું કે જો તમે હથિયારથી યુવતીનો વધ કરો તો કોર્ટ કલમથી તમારો વધ કેમ ન કરે ? પરંતુ પૂછેલા પ્રશ્નોનો એક પણ જવાબ ફેનિલે આપ્યો ન હતો. તેમ છતાં કોર્ટે કહેલ કે સજા પહેલા કોર્ટ સમક્ષ અંતિમ વખત તમારી વાત મૂકી શકો છો. જો કે, ફેનિલ કોર્ટના જવાબમાં એક પણ શબ્દ બોલ્યો ન હતો.
વધુમાં, ગત ૧ર ફેબ્રુઆરીના દિવસે સુરતના પાસોદરા વિસ્તારમાં જાહેરમાં દીકરી ગ્રીષ્માની ગળુ કાપી હત્યા કરવાના ગુનામાં આરોપી ફેનિલ સામે ૬ એપ્રિલના રોજ દલીલો પૂર્ણ કરાઈ હતી. આ કેસમાં અગાઉની મુદ્દત ૧૬ એપ્રિલે આરોપીના વકીલ હાજર ન રહેતા ચુકાદો ટળ્યો હતો. જે બાદ ર૧ તારીખે ચુકાદો આપતા આરોપી દોષીત જાહેર કરાયો અને શુક્રવારે સવારે કોર્ટ સજા સંભળાવવાનું કહેવાયેલ, પરંતુ બંને પક્ષોની દલીલો કરાતાં કોર્ટે હવે ૨૬ એપ્રિલે સજાની તારીખ અપાઈ છે.
Other News : વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા જ જમ્મુમાં આતંકી હુમલો, જુઓ વિગત