Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ-ખેડા જિલ્લામાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન જાણો કેટલા કેસ કોરોના પોઝીટીવ આવ્યા

કોરોના પોઝીટીવ

આણંદ : છેલ્લા અઠવાડિયાથી ચરોતર સહિત રાજ્યભરમાં કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં વિદેશથી આવેલા એનઆરઆઇ પર નજર રાખવામાં આવી રહી છે. પ્રાથમિક આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દર બે દિવસે એનઆરઆઇના ઘરે જઇને સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમાં શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. તેમાં પોઝિટીવ આવે તો ફરજીયાત હોસ્પિટલ કે હોમઆઇસોલેશન હેઠળ રાખવામાં આવે છે.

આણંદ જિલ્લામાં ૧૨ અને ખેડા જિલ્લામાં વધુ ૭ કોરોના પોઝિટિવ આવ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ દિવસ અગાઉ જિલ્લામાં ૧૮ પોઝિટીવ આવ્યા હતા. જયારે મંગળવારે પુનઃ કોરોનાના ૧૨ પોઝિટીવ કેસ નોંધાયા છે. ૫ દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થયા છે. મંગળવારે આવેલા પોઝિટીવ કેસોમાંથી તમામ દર્દીઓ સ્થાનિક સંક્રમણના નોંધાયા છે.

જ્યારે ખેડા જિલ્લામાં મંગળવારે વધુ ૭ કોરોના કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જેની સાથે કોરોના પોઝિટિવનો આંક વધીને ૧૦,૪૮૩ પર પહોંચી ગયો છે.

હાલમાં આણંદ,વિદ્યાનગર અને કરમસદ વિસ્તારમાં વિદેશથી આવેલા એનઆરઆઇ પર નજર રાખવામાં આવી રહી છે.

Other News : સુશાસન સપ્તાહની ઉજવણી : આણંદ જિલ્‍લામાં ચાર પેટા આરોગ્‍ય કેન્‍દ્રોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Related posts

આણંદના તાલુકા સબ રજીસ્ટાર કચેરીના કર્મચારીઓએ હડતાળ પાડી : કામો અટવાયા હતા

Charotar Sandesh

હાશ ! ચરોતરમાં આ તારીખ બાદ ગરમીમાં રાહત મળશે, હાલ મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી આસપાસ છે

Charotar Sandesh

આણંદ ખાતે પોષણ પાંખવાડિયાની ૮ થી ૨૨ માર્ચ દરમ્યાન ઉજવણી કરાશે…

Charotar Sandesh