Charotar Sandesh
ઈન્ડિયા

ઘરેથી ૪૮ વાર ભોજન આવ્યું, માત્ર ત્રણ વખત કેરી હતી : અરવિંદ કેજરીવાલે કોર્ટમાં જણાવ્યું

અરવિંદ કેજરીવાલે

ડોક્ટરનાં ડાયેટ ચાર્ટ પ્રમાણે ખોરાક લઈ રહ્યો હોવાનું કહ્યું

દિલ્હીના મુખ્યપ્રધાન Arvind Kejriwal જામીન મેળવવા માટે ડાયાબિટીસ હોવા થતાં દરરોજ કેરી અને મીઠાઈ ખાઈ રહ્યા હોવાના EDના આરોપનો જવાબ આપતા કેજરીવાલે શુક્રવારે Delhiની કોર્ટમાં જણાવ્યું હતું કે તેઓ ડોક્ટરે તૈયાર કરેલા ડાયેટ Chart મુજબ ખોરાક લઈ રહ્યાં છે. તેમના ઘરેથી ૪૮ વખત ભોજન આવ્યું હતું અને તેમાંથી માત્ર ત્રણ વખત કેરી આવી હતી.

ઇડીએ દાવો કર્યો હતો કે મેડિકલ આધારે જામીન મેળવવા માટે Kejriwal આવું કરી રહ્યાં છે

કેજરીવાલે સુગર લેવલની નિયમિત તપાસ કરવા અને વીડિયો કોન્ફરન્સ દ્વારા ડૉક્ટર સાથે પરામર્શ માટે રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી હતી. શુક્રવારે આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. Kejriwal વતી અભિષેક મનુ સિંઘવી, રમેશ ગુપ્તાએ અને ED વતી જોહેબ હુસૈને દલીલો કરી હતી. સિંઘવીએ Courtમાં કહ્યું કે કેજરીવાલના ઘરેથી ૪૮ વખત ખાવાનું આવ્યું, જેમાંથી માત્ર ૩ વખત કેરી આવી હતી. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે ED ને પોતાનો જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. તેમજ નિર્ણય ૨૨ એપ્રિલ સુધી અનામત રાખ્યો હતો.

Other News : ચૂંટણી માહોલ જામશે : રાજ્યમાં હવે ઉનાળાના આકરા તાપ વચ્ચે રાષ્ટ્રીય નેતાઓ પ્રચારમાં ગરમી લાવશે

Related posts

આગામી ૧૦ દિવસમાં સુપ્રિમ કોર્ટ આપશે ૪ મોટા કેસના ચુકાદા…

Charotar Sandesh

કોરોનાનું ગ્રહણ : મુંબઈના વિખ્યાત લાલબાગચા રાજાનો ગણેશોત્સવ રદ્દ..

Charotar Sandesh

રશિયન વેક્સિન સ્પુતનિકના એક ડોઝ માટે ૧,૦૦૦ ચૂકવવા પડશે…

Charotar Sandesh