Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં પ્રથમ વખત બ્રેઈન ડેડ દર્દીના બંને હાથ, ફેંફસા અને હૃદયનું દાન કરાયું : જાણો, કોણે-કોણે મળ્યું જીવનદાન

બ્રેઈન ડેડ દર્દી

મુંબઈમાં ૨૨ વર્ષના યુવકને પ્રત્યારોપણથી મળશે નવું જીવન

ખેડા જિલ્લાના નડિયાદના અરૂણભાઈ પ્રજાપતિ બ્રેઈન ડેડ જાહેર થતાં તેમના પરિવારે અંગોના દાનનું કહેતા પ્રથમ વખત ગુજરાતમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીના બંને હાથનું મુંબઈ અને હૃદય અને ફેંફસાને ચેન્નઈ ગ્રીન કોરિડોર મારફતે લઈ જઈ પ્રત્યારોપણ કરવામાં આવ્યા

અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં નડિયાદના ૫૨ વર્ષીય અરૂણભાઇ પ્રજાપતિ બ્રેઇનડેડ જાહેર થતા તેમના પરિવારજનોએ અંગદાન માટેની તૈયારી દર્શાવી હતી. અરૂણભાઇ પ્રજાપતિના અંગોના દાન થકી ગુજરાતમાં પ્રથમ વખત બંને હાથના દાન મેળવવામાં પણ સફળતા મળી હતી. જ્યારે સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત બંને ફેફસાનું પણ દાન મળ્યું હતું.

બ્રેઇનડેડ અરૂણભાઇનું હ્યદય અને બંને કિડનીનું પણ દાન મેળવવામાં સફળતા મળી હતી. અંગદાનમાં મળેલ બંને હાથ મુંબઇ સ્થિત હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જયપુરના ૨૨ વર્ષીય યુવકને પ્રત્યારોપણ માટે ગ્રીન કોરિડોર મારફતે મોકલવામાં આવ્યા હતા. જ્યારે હૃદય અને ફેફસાને ગ્રીન કોરિડોર મારફતે ચેન્નઇ મોકલવામાં આવ્યા. બંને કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવી હતી.

Other News : રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી ઈદ-એ-મિલાદની ઉજવણીની આપી છૂટ, જાણો વિગત

Related posts

ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં લહેરાઈ ખુશી, વાવણી કરાઈ શરૂ…

Charotar Sandesh

કોરોનાને હરાવવા અમુલે મેદાનમાં ઉતાર્યું હળદર, કેસર અને બદામ મિશ્રિત હલ્દી દૂધ…

Charotar Sandesh

અલ્પેશ ઠાકોરના ખાસ ગણાતા આ બે વ્યક્તિએ પણ તેનો સાથ છોડ્યો

Charotar Sandesh